<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

વારાણસીથી હિમાચલ સુધી નકલી દવાઓનું મોટું નેટવર્ક ઝડપાયું : બે ગેરકાયદે ફેક્ટરીઓનો પર્દાફાશ

બ્રાન્ડેડ દવાઓની નકલ બનાવવાના સાધનો અને કાચો માલ જપ્ત : મુખ્ય આરોપીની ધરપકડ બાદ વધુ કડીઓ ખુલી

લખનઉ : ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ફેલાયેલા નકલી દવાઓના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઉત્તર પ્રદેશના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તથા સ્પેશિયલ ટાસ્ક ફોર્સે સંયુક્ત કાર્યવાહી કરીને હિમાચલ પ્રદેશના સોલન અને બદ્દી વિસ્તારમાં બે ગેરકાયદે દવા ઉત્પાદન એકમો શોધી કાઢ્યા છે.

આ કેસમાં અભિષેકસિંહ ઉર્ફે રવિની ધરપકડ બાદ થયેલી પૂછપરછમાં મહત્વની વિગતો સામે આવી હતી. ત્યારબાદ ૧૮ નવેમ્બરે દરોડા પાડવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન પેન-ડી, ક્લેવમ-૬૨૫, શેલકેલ-૫૦૦ તથા અન્ય બ્રાન્ડેડ દવાઓની નકલી આવૃત્તિઓ, પેકિંગ મશીનો, કાચો માલ અને દવા બનાવવાનાં સાધનો મળી આવ્યાં હતાં.

તપાસની શરૂઆત વારાણસીમાં ગેરકાયદે મેડિકલ સ્ટોર ઉપર પાડવામાં આવેલા દરોડાથી થઈ હતી. સહારનપુરના હસીન અને વસીમ નામના બે ભાઈઓની કથિત સંડોવણી પણ સામે આવી છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

(11:39 AM IST)