<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

સિક્કિમમાં ભારે વરસાદને કારણે ભૂસ્‍ખલનઃ રિમ્‍બી ગામમાં અનેક ઘરો અને સરકારી ક્‍વાર્ટરને ભારે નુકસાન

ભારે વરસાદને કારણે પહાડી વિસ્‍તારની જમીન ધસી પડતાં માટી અને કાટમાળનો મોટો જથ્‍થો રહેણાંક વિસ્‍તાર તરફ ધસી આવ્‍યો હતો

ગંગટોક તા.૨૫: સિક્કિમમાં ભારે વરસાદ વચ્‍ચે કુદરતી આફતનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્‍યો છે. પヘમિ સિક્કિમના રિબી ગામમાં મોડી રાત્રે મોટો ભૂસ્‍ખલન (Landslide) થતાં અનેક મકાનો અને સરકારી મિલકતોને નુકસાન પહોંચ્‍યું છે. ભારે વરસાદને કારણે પહાડી વિસ્‍તારની જમીન ધસી પડતાં માટી અને કાટમાળનો મોટો જથ્‍થો રહેણાંક વિસ્‍તાર તરફ ધસી આવ્‍યો હતો. ઘટનાને પગલે સ્‍થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

રિબી ગામ અને આસપાસના વિસ્‍તારમાં સતત વરસાદ વરસી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જમીન ધસી પડતાં અનેક ઘરો તેની ઝપેટમાં આવ્‍યા હતા. ભૂસ્‍ખલનની તીવ્રતા એટલી હતી કે કેટલાક મકાનોને ભારે નુકસાન થયું છે, જ્‍યારે સરકારી ક્‍વાર્ટર્સ સહિતની મિલકતો પણ પ્રભાવિત થઈ છે. ઘટનાના પગલે સ્‍થાનિક સ્‍તરે નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે.

ભૂસ્‍ખલનને કારણે વિસ્‍તારમાં મોટા પ્રમાણમાં માટી અને પથ્‍થરોનો કાટમાળ ફેલાઈ ગયો છે. પહાડી વિસ્‍તારમાં સતત વરસાદ ચાલુ હોવાથી વધુ ભૂસ્‍ખલનની આશંકા પણ યથાવત છે. સ્‍થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્‍ત વિસ્‍તારની સ્‍થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ ઘટનામાં અત્‍યાર સુધી કોઈ જાનહાનિ થઈ હોવાની સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે, મકાનો અને અન્‍ય સંપત્તિને નુકસાન થતાં લોકોની મુશ્‍કેલી વધી છે. સિક્કિમના પહાડી વિસ્‍તારોમાં વરસાદને કારણે ભૂસ્‍ખલનનું જોખમ વધ્‍યું છે. તેથી સ્‍થાનિક લોકોને અસરગ્રસ્‍ત અને જોખમી વિસ્‍તારોમાં સાવચેતી રાખવાની જરૂર છે.

(10:52 AM IST)