News of Friday, 4th September 2026
લખનૌમાં ભૂ-માફિયા અને અધિકારીઓની મિલીભગતનો પર્દાફાશ: લેખપાલો જ વેચી રહ્યા હતા સરકારી જમીન! તપાસમાં મોટું કૌભાંડ આવતા જાગ્યું મ્યુનિસિપલ કોર્પોરેશન, સમગ્ર વિભાગમાં ભારે ખળભળાટ!
મ્યુનિસિપલ કોર્પોરેશનના તહસીલદારની તપાસમાં સાત લેખપાલોની ભૂમિકા શંકાસ્પદ; નોટિસનો સમય પૂરો થવા છતાં અતિક્રમણ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી ન કરી જમીન માફિયાઓને ફાયદો પહોંચાડવાનો ગંભીર આરોપ.

લખનૌ, તા.૦૪: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સરકારી જમીનો પર ગેરકાયદેસર કબ્જો કરાવવા અને મહેસૂલ અધિકારીઓ વચ્ચેની કથિત મિલીભગતનો એક ચોંકાવનારો કૌભાંડ સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના તહસીલદાર દ્વારા કરવામાં આવેલી વિશેષ તપાસમાં ખુલાસો થયો છે કે ખુદ લેખપાલો જ જમીન માફિયાઓ સાથે મળીને સરકારી જમીનો પર અતિક્રમણ કરાવી તેનું વેચાણ કરાવી રહ્યા હતા. આ તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગમાં ભારે અફડાતફડી મચી ગઈ છે.
નોટિસની મુદત પૂરી થઈ છતાં કાર્યવાહી નહીં તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર કબ્જો જમાવનારા ગેરકાયદેસર અતિક્રમણકારોને અગાઉ નોટિસો જારી કરવામાં આવી હતી. ઘણા કિસ્સાઓમાં નોટિસની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં, લેખપાલોની મિલીભગતના કારણે કબ્જેદારો સામે કોઈ જ દંડાત્મક પગલાં લેવાયા ન હતા. આ બેદરકારી અને આંતરિક સેટિંગના કારણે સરકારી જમીનો પર કબ્જો ચાલુ રહ્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કરોડો રૂપિયાની મિલકતોને મોટું નુકસાન પહોંચ્યું છે.
IGRS ફરિયાદો અને જમીનની માપણીમાં છેતરપિંડી IGRS પોર્ટલ પર સરકારી જમીન હડપવાની મળતી સતત ફરિયાદોની તપાસ કરતી વખતે તહસીલદારને અનેક ગેરરીતિઓ જોવા મળી હતી. જમીનની માપણી (મિંજુમલા નંબરો) દરમિયાન પણ હેરાફેરી કરીને સરકારી જમીનોને ખાનગી હાથોમાં સોંપવાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તપાસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત લેખપાલોની ભૂમિકા સીધી રીતે શંકાસ્પદ જણાતા વહીવટીતંત્રે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે.
તહસીલદારે આપી કડક કાનૂની કાર્યવાહીની ચેતવણી આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ તહસીલદાર અરવિંદ પાંડેએ ૨ સપ્ટેમ્બરે વરિષ્ઠ અધિકારીઓને વ્યક્તિગત પત્ર લખીને આ નુકસાન અંગે જાણ કરી હતી અને કડક પગલાં લેવાની ભલામણ કરી છે. તેમણે તમામ નાયબ તહસીલદાર, મહેસૂલ નિરીક્ષકો અને શંકાસ્પદ લેખપાલોને નોટિસ ફટકારી છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં જ ગેરકાયદેસર કબ્જેદારો તેમજ તેમને મદદ કરનારા તમામ કર્મચારીઓ સામે સખત વહીવટી અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
