તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
IRCTC મની લોન્ડરિંગ કેસમાં લાલુ પરિવારની મુશ્કેલી વધશે: આવતીકાલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજરી
આરોપ ઘડવાની પ્રક્રિયા સાથે કેસ ટ્રાયલના આગલા તબક્કામાં પ્રવેશ્યો: લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ દિલ્હી પહોંચ્યા

નવી દિલ્હી: આરજેડી (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, તેમના પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવને IRCTC મની લોન્ડરિંગ કેસમાં મોટી કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થવાના છે. આ કાનૂની પ્રક્રિયામાં ભાગ લેવા માટે લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી પટનાથી દિલ્હી જવા રવાના પણ થઈ ચૂક્યા છે.
ગતાં ૨૦૦૪ થી ૨૦૦૯ દરમિયાન લાલુ પ્રસાદ યાદવ જ્યારે કેન્દ્રીય રેલ્વે મંત્રી હતા, ત્યારે રાંચી અને પુરી ખાતે આવેલી બે રેલ્વે હોટેલોના જાળવણી અને સંચાલનના કરારમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સીબીઆઈ (CBI) અને તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, નિયમોમાં છેડછાડ કરીને સુજાતા હોટેલ્સને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. બદલામાં, પટણામાં મોંઘી જમીનનો એક મોટો ટુકડો એક શેલ કંપની દ્વારા અત્યંત નજીવી કિંમતે હસ્તગત કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં ૧૦ સપ્ટેમ્બરના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા નોંધ્યું હતું કે, રજૂ કરાયેલા સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓ મજબૂત શંકા ઉપજાવે છે. જેમાં પટણામાં જમીનનું વેચાણ, DMCPL કંપનીનો સમાવેશ, અભિષેક ફાઇનાન્સ દ્વારા આપવામાં આવેલી રૂ. ૨ કરોડની લોન, ૨૦૦૫માં DMCPLના શેરહોલ્ડિંગ પેટર્નમાં કરાયેલા ફેરફારો અને બાદમાં રાબડી દેવી તથા તેજસ્વી યાદવને શેર ટ્રાન્સફર કરવા જેવા વ્યવહારોનો સમાવેશ થાય છે.
આ પુરાવાઓના આધારે કોર્ટે કુલ ૧૬ આરોપીઓમાંથી નવ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપી કેસને આગામી ટ્રાયલના તબક્કામાં મોકલી આપ્યો છે, જ્યારે સાત આરોપીઓને કેસમાંથી મુક્ત (નિર્દોષ જાહેર) કરવામાં આવ્યા છે.
જે નવ આરોપીઓ સામે આરોપ ઘડવામાં આવ્યા છે તેમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, પ્રેમચંદ ગુપ્તા, સરલા ગુપ્તા, સુજાતા હોટેલ્સ, લારા પ્રોજેક્ટ્સ અને હોટેલિયર્સ વિનય કોચર તથા વિજય કોચરનો સમાવેશ થાય છે. આ તમામ આરોપોનું પરીક્ષણ હવે કોર્ટ સમક્ષ રજૂ થનારા પુરાવાઓના આધારે હાથ ધરવામાં આવશે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
