તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
કુવૈત પર ઈરાનના ડ્રોન હુમલામાં ઇટાલીના બે નાગરિકોનાં મોતનો દાવો
કાટમાળ પડતાં બંને ઇટાલિયન નાગરિકોએ જીવ ગુમાવ્યો:પાકિસ્તાની નાગરિક સહિત અન્ય બે લોકો પણ ઘાયલ થયા હોવાના અહેવાલ

કુવૈત પર ઈરાનના ડ્રોન હુમલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં ઇટાલીના બે નાગરિકોનાં મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, હુમલા દરમિયાન કાટમાળ પડતાં બંને ઇટાલિયન નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં પાકિસ્તાની નાગરિક સહિત અન્ય બે લોકો પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે, બીજી તરફ ઈરાન દ્વારા કુવૈત પર કોઈ ડ્રોન હુમલો કરવામાં આવ્યો ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આથી હુમલાની જવાબદારી અને ઘટનાની હકીકતને લઈને હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. ઘટના બાદ વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
