તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 3rd September 2026
કુરકુરે અને મોટી બ્રાન્ડ્સના નામે એક્સપાયરી ડેટ બદલવાનું કૌભાંડ! મુંબઈમાં FDA નો સપાટો, કેનેડિયન ફૂડ એજન્સી પણ આવી હરકતમાં!
મુંબઈના વેરહાઉસમાં પ્રિન્ટિંગ મશીનો અને કેમિકલ વડે જૂનો માલ નવો બનાવી નિકાસ કરવાનું મોટું રેકેટ ઝડપાયું. પેપ્સીકો, નેસ્લે અને યુનિલિવર જેવી જાયન્ટ બ્રાન્ડ્સના પ્રોડક્ટ્સ રોકાયા.

મુંબઈ : ભારતમાંથી વિદેશોમાં મોકલવામાં આવતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી સામે એક મોટો સવાલ ઊભો થયો છે. મુંબઈમાં મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં નકલી લેબલિંગ અને એક્સપાયરી ડેટ બદલવાના એક આંતરરાષ્ટ્રીય સ્તરના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ ઘટના સામે આવ્યા બાદ હવે કેનેડિયન ફૂડ ઇન્સ્પેક્શન એજન્સી (CFIA) પણ સતર્ક થઈ ગઈ છે અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
તુર્ભેના વેરહાઉસમાંથી ₹૬૭ લાખનો માલ અને પ્રિન્ટિંગ મશીનો જપ્ત
મહારાષ્ટ્ર FDA ની ટીમે મુંબઈના તુર્ભે વિસ્તારમાં આવેલા એક વિશાળ વેરહાઉસ પર અચાનક દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન અધિકારીઓને ત્યાંથી પ્રિન્ટિંગ મશીનો, ખાસ કેમિકલ્સ અને આશરે $૮૦,૦૦૦ (અંદાજે ₹૬૭ લાખ) ની કિંમતના પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ મળી આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે આ મશીનોનો ઉપયોગ એક્સપાયર થઈ ગયેલી કે મુદત પૂરી થવાના આરે પહોંચેલી પ્રોડક્ટ્સ પર નવી ડેટ્સ અને ખોટા ન્યુટ્રિશનલ લેબલ્સ ચોંટાડવા માટે થતો હતો.
કુરકુરે અને મોટી બ્રાન્ડ્સના નામનો દુરુપયોગ
આ કૌભાંડમાં પેપ્સીકો, નેસ્લે, કોકા-કોલા અને યુનિલિવર જેવી વૈશ્વિક બ્રાન્ડ્સના ઉત્પાદનોનો ઉપયોગ કરાતો હતો. દરોડા દરમિયાન રોઇટર્સના ફોટોગ્રાફરે કુરકુરેનું એક એવું પેકેટ પણ શોધી કાઢ્યું હતું જેના પર કેનેડાના નિયમો મુજબ અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં નકલી લેબલ લગાવવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલો મુજબ, આ વેરહાઉસ ઓપરેટર્સ લગભગ ૧૯ જેટલા અજાણ્યા નિકાસકારો (Exporters) માટે ગેરકાયદેસર કામ કરી રહ્યા હતા.
બ્રાન્ડ્સ અને કેનેડિયન એજન્સીની કડક પ્રતિક્રિયા
જોકે, તપાસ એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે આમાં મૂળ ઉત્પાદક કંપનીઓની કોઈ ભૂલ નથી, પરંતુ થર્ડ-પાર્ટી અનધિકૃત નિકાસકારો આ રેકેટ ચલાવતા હતા. પેપ્સીકોએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે તેમનો આવા કોઈ નિકાસકારો સાથે સંબંધ નથી અને ભારતમાં બનેલા સ્નેક્સ માત્ર સ્થાનિક બજાર માટે જ હોય છે. બીજી તરફ, કેનેડાની CFIA એ જણાવ્યું છે કે જો કેનેડામાં આવો કોઈ અસુરક્ષિત કે નકલી લેબલ વાળો માલ પહોંચ્યો હોવાનું માલૂમ પડશે તો તુરંત પ્રોડક્ટ્સ રિકોલ કરીને જવાબદારો સામે ભારે નાણાકીય દંડ અને લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરાશે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
