તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
કુમાર મંગલમ બિરલાનું નોન-એક્ઝિકયુટિવ ચેરમેન તરીકે વોડાફોન આઈડિયામાં પુનરાગમન

રાજકોટ તા. ૧૪ : વોડાફોન આઈડિયા લિમિટેડ (વીઆઇ)ના બોર્ડે કુમાર મંગલમ બિરલાની નોન-એક્ઝિકયુટિવ ચેરમેન તરીકે નિમણૂંકને મંજૂરી આપી છે, જે કંપનીના નેતળત્વમાં તેમનું પુનરાગમન દર્શાવે છે.
શ્રી બિરલાની નિમણુંક ૫ મે, ૨૦૨૬થી અમલમાં આવી છે. તેમણે રવિંદર ટક્કર પાસેથી ચેરમેનપદનો કાર્યભાર સંભાળ્યો છે. હવે રવિંદર ટક્કર નોન-એક્ઝિકયુટિવ વાઇસ ચેરમેનની ભૂમિકા નિભાવશે. કંપની દ્વારા તાજેતરમાં જારી કરાયેલ સ્ટોક એક્સચેન્જ સૂચના અનુસાર, વોડાફોન આઈડિયા લિમિટેડના બોર્ડે આ ફેરફારને મંજૂરી આપી છે.
આ ગતિવિધિને રોકાણકારો અને ધિરાણકર્તાઓના વિશ્વાસ માટે અત્યંત સકારાત્મક માનવામાં આવી રહી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે વીઆઇ ડેટ ફંડિંગ હેઠળ રૂ. ૨૫,૦૦૦ કરોડ એકત્રિત કરવા માટેની વાટાઘાટો આગળ ધપાવી રહી છે. કંપની આગામી ત્રણ વર્ષ દરમિયાન લગભગ રૂ. ૪૫,૦૦૦ કરોડના આયોજનબદ્ધ રોકાણ સાથે ઝડપી નેટવર્ક વિસ્તરણ ચક્ર માટે પણ તૈયારી કરી રહી છે. જેથી આવકમાં ડબલ ડિજિટનો વળદ્ધિ દર હાંસલ કરી શકાય અને એબિટાને ત્રણ ગણી કરી શકાય.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
