તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
લશ્કર-એ-તૈયબાનો ખૂંખાર આતંકી હાસિમ મૂસાનો ખાતમો
જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં કર્યો ઠાર

શ્રીનગર,તા.૩૦: મધ્ય કાશ્મીરના બડગામના ગુરવૈથકલાં વિસ્તારમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવીને એક ખૂંખાર આતંકીને ઠાર કર્યો છે. માર્યા ગયેલા આતંકીની ઓળખ હાસિમ મૂસા તરીકે થઈ છે. મંગળવારે (૨૯ સપ્ટેમ્બર) સુરક્ષા એજન્સીઓને વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ચારે તરફથી ઘેરી લીધો હતો. પોતાને ઘેરાયેલો જોઈને આતંકીએ જવાનો પર ફાયરિગ શરૂ કરી દીધું હતું. જવાનોએ જવાબી કાર્યવાહી કરતાં આતંકી મૂસાને ઠાર કર્યો હતો. આ એન્કાઉન્ટર બાદ સમગ્ર વિસ્તારમાં મોટા પાયે કોર્ડન અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળો સતત વિસ્તારમાં પેટ્રોલિગ કરી રહ્યાં છે.
બડગામ જિલ્લાના ગુરવૈથકલાં વિસ્તારમાં આતંકીઓની હિલચાલની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતી મળતાં જ સેના અને પોલીસે મોરચો સંભાળી લીધો હતો. જવાનોએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. છુપાયેલા આતંકી મૂસાને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું હતું. આતંકીએ પોતાને બચાવવા માટે જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષાદળોએ ખૂબ જ સાવચેતીપૂર્વક જવાબી ફાયરિગ કર્યું હતું. આ અથડામણમાં આતંકી મૂસા ઘટનાસ્થળે જ ઠાર થયો હતો. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને હજુ પણ સીલ કરી રાખ્યો છે. ત્યાંના દરેક શંકાસ્પદ સ્થળની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ, ખીણમાં આતંકી ગતિવિધિઓને રોકવા માટે અનેક જિલ્લાઓમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. કઠુઆ, સાંબા, ઉધમપુર, ડોડા અને કિશ્તવાડમાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે અલર્ટ પર છે. મજાલતા જંગલોમાં તાજેતરમાં હાથ ધરાયેલા મોટા ઓપરેશન બાદ આ સતર્કતા વધારવામાં આવી છે. આ સમગ્ર વિસ્તાર ઘૂસણખોરીના જૂના માર્ગો સાથે જોડાયેલો છે. આ માર્ગ સરહદ પરથી મજાલતા અને બસંતગઢ થઈને સીધો કાશ્મીર ખીણ સુધી જાય છે. સુરક્ષાદળોએ નવી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા માટે નાકાબંધી વધુ મજબૂત કરી છે. નેશનલ હાઈવે અને લિક રોડ પર આવતાં-જતાં દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે.
સુરક્ષાદળોએ જંગલોમાં છુપાયેલા આતંકીઓને શોધવા માટે હાઈટેક ટેક્રોલોજીની મદદ લીધી છે. ઉધમપુરના મજાલતા વિસ્તારમાં ચલાવવામાં આવેલા ઓપરેશન સોહનમાં જૈશના ૨ પાકિસ્તાની આતંકીઓ ઠાર થયા હતા. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં અસોલ્ટ રાઈફલ અને ગ્રેનેડ મળી આવ્યા હતા. બાકીના આતંકીઓને પકડવા માટે ડ્રોન અને થર્મલ કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. ગાઢ જંગલોમાં સ્નિફર ડોગ્સની ટીમ પણ સતત શોધખોળ કરી રહી છે. સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળો વચ્ચેના સારા સંકલનથી આતંકીઓના નેટવર્કને તોડવામાં આવી રહ્યું છે.
૨૦૨૫ના પહેલગામ હુમલા બાદ, શંકાસ્પદ આતંકવાદીઓમાં મૂસાનું એક સ્કેચ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે તે હુમલામાં સામેલ નહોતો
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
