News of Thursday, 27th August 2026
દિલ્હીની મેરિયટ અને અંદાજ હોટેલમાં કીડામકોડા અને એક્સ્પાયર મીઠાઈ મળી
નામ બડે અને દર્શન ખોટે એવો ઘાટ સર્જાયો ! : એફએસએસએઆઈએ બંને ફાઈવ સ્ટાર હોટેલોના નમૂના લઈને નિયમોના ભંગ બદલ નોટિસ ફટકારી

નવી દિલ્હી,તા.૨૭: દિલ્હીમાં આગામી મહિને બ્રિક્સ સમિટ યોજાવવાની છે મેરિયટ અને હોટેલ અંદાજમાં કરવામાં આવેલી તપાસમાં નવી દિલ્હી,તા.૨૯/ અને ફૂડને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે.જેએસડબલ્યુ અને આ શિખર પરિષદમાં હાજર રહેનારા વિદેશી મહેમાનો કિચનમાં ફૂડ સુરક્ષાથી લઈને ફૂડ સ્ટોરેજમાં કેટલીય કમી જોવા જે ફાઇવ સ્ટાર હોટેલોમાં યોજાવવાના છે તેમા જ સ્વચ્છતા મળી હતી.
આના પગલે દિલ્હીની બંને ફાઈવ સ્ટાર હોટેલ ફૂડ સેફુટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની તપાસના અધિકાર ક્ષેત્રમાં આવી ગઈ છે.
હયાત જૂથની હોટેલ અંદાજ દિલ્હી અને જેડબલ્યુ મેરિયટમાં થયેલી તપાસમાં ખાવાપીવાની એક્સપાયર્ડ ચીજો, કીડામકોડાની હાજરી, રેફ્રિજરેશન અને સ્ટોરેજમાં તકલીફો, શાકાહારી અને માસાહારી આહારને જુદાં-જુદાં ન રાખવા અને જમવાનું સંભાળી રાખવાની પદ્ધતિઓમાં પણ કમીઓ જોવા મળી. તેના પછી બંને હોટેલ એફએસએસ એઆઈના નિશાના પર આવી ગઈ છે. એફએસએસએઆઈની ટીમે ૨૨ જૂન ૨૦૨૬ના રોજ હોટેલ અંદાજ દિલ્હીનું નિરીક્ષણ કર્યુ હતુ. આ હોટેલના રસોડામાં શાકાહારી અને માસાહારી , ખાવાનું જુદું-જુદુ રાખવામાં આવ્યું ન હતું.
તપાસમાં જોવા મળ્યું હતું કે શાકાહારી અને માસાહારી ખાવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કટિગ બોર્ડ એક જ પાણીમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત હોટેલના કન્ફેક્શનરી વિભાગથી લગભગ ૮૭ કિલોગ્રામ એક્સપાયર થઈ ગયેલી મીઠાઈ જપ્ત કરવામાં આવી હતી. તેને ઘટનાસ્થળે જ નષ્ટ કરવામાં આવી હતી. આ સિવાય એક્સપાયર્ડ સ્ટીકરવાળા બ્રેડ પેકેટ પણ મળ્યાં.
પેસ્ટ્રી સેક્શનમાં એક્સપાયર થયેલા કેક બેઝની સાથે-સાથે માખીઓ અને વંદા પણ મળ્યા. કિચન એરિયામાં કીડામકોડાની હાજરી અને દુર્ગંધની ફરિયાદ ૪૯ મળી. એફએસએસએઆઈએ અહીં શ્રેયોનીઝ, દાળ અને સોસના નમૂના એકત્રિત કર્યા છે.
તેના પછી જેએસડબલ્યુ મેરિયટની ૨૪ અને ૨૫મી ઓગસ્ટના રોજ થયેલી બે દિવસીય તપાસમાં કુલ ૫૯ જેટલી ગંભીર ખામીઓ જોવા મળી. હોટેલમાં બેદરકારી એટલી બધી હતી કે તેની પ્રસિદ્ધ કે-૩ રેસ્ટોરામાં ગ્રાહકોને પીરસવામાં આવતા પીવાના પાણીમાં તરતા કણો દેખાયા હતા. વોટર બોટલિગ એરિયાની સ્ટોરેજ ટેન્ક કટાઈ ગયેલી હોવાનું માલૂમ પડયું. તેના પછી ખાદ્ય પદાર્થોના ભંડારણમાં બેદરકારી જોવા મળી. આ ઉપરાંત કોલ્ડ સ્ટોરેજમાં સડેલા સફરજન અને ટામેટા પણ જોવા મળ્યા. રસોડામાં વંદા પણ મળ્યા, જ્યારે શાકભાજીમાં નાના-નાના કીડા જોવા મળ્યા. ધોવાયેલા વાસણો પર પણ ખાવાનું લાગેલું હતું.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
