<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

દિલજીત દોસાંજના કોન્‍સર્ટમાં ભંગાણ પાડવાનું ખાલિસ્‍તાની ષડયંત્રઃ ત્રણ ઝડપાયા

નવી દિલ્‍હી, તા.૨: પંજાબી ગાયક દિલજીત દોસાંજના કોન્‍સર્ટમાં ખલેલ પહોંચાડવાના કથિત ખાલિસ્‍તાની ષડયંત્રનો દિલ્‍હી પોલીસની સ્‍પેશિયલ સેલે પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ શખ્‍સોની ધરપકડ કરી છે. આરોપીઓએ ૨૯ અને ૩૦ ઓક્‍ટોબરે જહાંગીરપુરી તથા શાષાીનગર મેટ્રો સ્‍ટેશનો પર ખાલિસ્‍તાન સમર્થક સૂત્રો લખ્‍યાં હતાં. પોલીસના જણાવ્‍યા મુજબ -તિબંધિત સંગઠન સિખ્‍સ ફોર જસ્‍ટિસના ગુરપતવંતસિંહ પન્નુ સાથે સંકળાયેલા તત્ત્વોએ આ કામગીરી માટે એક લાખ રૂપિયાની લાલચ આપી હતી. ઝડપાયેલા આરોપીઓમાં સુમિત ઉર્ફે રફ્‌તાર, સુમિતકુમાર ઉર્ફે કાકા અને ગુરપ્રીતનો સમાવેશ થાય છે.

(2:56 PM IST)