<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

ખડગેની "મોદીના પિતા પણ જશે" ટિપ્પણીથી ભારે રાજકીય હોબાળો ભાજપ કાલે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરશે

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની પીએમ મોદી વિશેની ટિપ્પણીથી રાજકીય માહોલ ગરમાયો :ખડગેની ટિપ્પણીના જવાબમાં ભાજપે સોમવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોની જાહેરાત કરી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે કરેલી ટિપ્પણીએ રાજકીય વિવાદ ઉભો કર્યો છે. ભાજપે રવિવારે પટણામાં એક કાર્યક્રમ દરમિયાન કરેલી ખડગેની ટિપ્પણીને વડા પ્રધાનના સ્વર્ગસ્થ પિતાનું અપમાન ગણાવ્યું છે. તેના વિરોધમાં ભાજપે સોમવારે દેશભરના તમામ રાજ્ય મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ ખડગેની ટિપ્પણી પર તીવ્ર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પર શિષ્ટાચારની બધી હદો પાર કરવાનો આરોપ લગાવ્યો છે.

  દરમિયાન, પીએમ મોદી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ, કોંગ્રેસે સ્પષ્ટતા કરી હતી કે ખડગેની ટિપ્પણીઓ વડા પ્રધાનના પિતા પર નહીં, પરંતુ ભાજપ અને આરએસએસના વૈચારિક નેતૃત્વ પર નિર્દેશિત હતી.

રવિવારે પટનામાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ભાષણ આપી રહ્યા હતા. એક વ્યક્તિએ કથિત રીતે બૂમ પાડી, "મોદી નહીં જાય!" ખડગેએ જવાબ આપ્યો, "મોદીના પિતા પણ જશે... તેમના પિતા પણ જશે."

(11:29 PM IST)