News of Saturday, 28th November 2026
કેજરીવાલનો ‘શીશમહલ' રૂ.૨૦ની ટિકિટમાં જોઈ શકાશે
ભાજપે મ્યુઝિયમ તરીકે ખોલ્યો બંગલોઃ વરિષ્ઠ નાગરિકો અને કોલેજના વિદ્યાર્થીઓને મફત પ્રવેશ આપવાની પણ વિચારણા : બંગલાની કિંમત ૫૮.૮૩ કરોડ રૂપિયા દર્શાવાઈ છેઃ ભાજપે આ બંગલાની અંદર વપરાયેલી મોંઘી વસ્તુઓની કિંમતો પણ જાહેર કરી

નવી દિલ્હી,તા.૨૮: દિલ્હીમાં રાજકીય ચર્ચાનો વિષય બનેલો પૂર્વ મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલનો સરકારી બંગલો હવે સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે આ બંગલાને મ્યુઝિયમ તરીકે વિકસાવ્યો છે. બંગલાની બહાર 'શીશમહલ' નામનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. ભાજપે આ બંગલાની અંદર વપરાયેલી મોંઘી વસ્તુઓની કિમતો પણ જાહેર કરી છે.
દિલ્હીના ફલેગસ્ટાફ રોડ પર આવેલા આ બંગલાની કુલ કિમત ૫૮ કરોડ ૮૩ લાખ ૬૬ હજાર ૩૧૪ રૂપિયા દર્શાવવામાં આવી છે. કેજરીવાલ મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૧૫થી ૨૦૨૪ સુધી પરિવાર સાથે આ જ બંગલામાં રહેતા હતા. હવે સામાન્ય લોકો પણ તેની અંદરની ભવ્યતા અને સુવિધાઓ નિહાળી શકશે.
બંગલાના ઇન્ટિરિયરમાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓની કિમત પણ જાહેર કરવામાં આવી છે. તેમાં ડાઇનિગ ટેબલ અને ખુરશીઓની કિમત ૩૦.૫૨ લાખ રૂપિયા જણાવાઈ છે. પડદાની કિમત ૫ લાખ રૂપિયા છે, જ્યારે ઝૂમરની કિમત ૧૧ લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે.
સ્લાઇડિગ દરવાજાવાળા બેઠક રૂમની કિમત ૪૧.૧૬ લાખ રૂપિયા જણાવવામાં આવી છે. પાઉડર રૂમ પાછળ ૫.૮૦ લાખ રૂપિયા અને લોબી વિસ્તાર પાછળ ૭.૫૮ લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. રસોડામાં સામાન ઉપર-નીચે લઈ જવા માટે લગાવેલી ડમ્બવેટર લિફટની કિમત પણ ૭ લાખ રૂપિયા જણાવવામાં આવી છે.
દિલ્હીના PWD મંત્રી પ્રવેશ વર્માએ જણાવ્યું છે કે આ જ અઠવાડિયામાં મુલાકાતીઓ માટે ટિકિટ બુકિગની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રવેશ માટે આશરે ૨૦ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી શકે છે. જોકે, વરિષ્ઠ નાગરિકો અને કોલેજના વિદ્યાર્થીઓને મફત પ્રવેશ આપવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. આ નિર્ણય બાદ હવે દિલ્હીના લોકો માટે કેજરીવાલના ચર્ચિત બંગલાને અંદરથી નિહાળવાનો માર્ગ ખુલ્યો છે. બીજી તરફ, બંગલાના રિનોવેશન અને ખર્ચને લઈને રાજકીય ચર્ચા ફરી તેજ થવાની શક્યતા છે.(૪૦.૫)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
