તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
કેદારનાથના શિખરો પર બરફની ચાદરઃ વરસાદથી યાત્રામાર્ગ લપસણો બનતાં શ્રદ્ધાળુઓને સાવચેતીની તાકીદ
બદ્રીનાથ–હેમકુંડમાં પણ હિમવર્ષાનો દોરઃ ગઢવાલ પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણી

દેહરાદૂન, તા. ૭ઃ ઉત્તરાખંડના ઊંચા હિમાલયી વિસ્તારોમાં હવામાને અચાનક પલટો મારતાં કેદારનાથ આસપાસનાં શિખરો ઉપર હિમવર્ષા થઈ છે. બદ્રીનાથ અને હેમકુંડ સાહિબના ઉચ્ચ પ્રદેશોમાં પણ બરફ પડતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેદારનાથમાં લઘુતમ તાપમાન આશરે ૨ અંશ સેલ્સિયસ સુધી પહોંચ્યું હોવાનું નોંધાયું છે.
રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં વરસાદને કારણે અનેક સ્થળે રસ્તા લપસણા બનવાની તથા પહાડ પરથી પથ્થરો પડવાની આશંકા છે. કેદારનાથ પગપાળા માર્ગ ઉપર મુસાફરી કરતા યાત્રિકોને ગરમ વસ્ત્રો, વરસાદી આવરણ અને જરૂરી દવાઓ સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે ચારધામ યાત્રાના વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને કેટલાક સ્થળોએ તીવ્ર વરસાદની સંભાવના દર્શાવી છે. યાત્રિકોને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા, ખરાબ હવામાનમાં જોખમી સ્થળે રોકાવું નહીં અને પ્રવાસ પહેલાં માર્ગની સ્થિતિ જાણી લેવા જણાવાયું છે. ચારધામ યાત્રા માટેની સત્તાવાર હવામાન ચેતવણી
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
