News of Wednesday, 25th November 2026
તામિલનાડુમાં કાર્તિક દીપમ વિવાદ વધુ ઘેરાયોઃ સુપ્રીમના આદેશ છતાં દીપસ્તંભ ઉપર દીવો નહીં પ્રગટાવાતાં ભારે રોષ
ભાજપ અને હિન્દુ સંગઠનોના ૩૦૦ કાર્યકરો સામે પોલીસે છ કલમો હેઠળ ગુનો નોંધ્યોઃ વિજય સરકાર સામે અદાલતના આદેશના ઉલ્લંઘનનો આક્ષેપ

મદુરાઈ, તા. ૨૫ : તામિલનાડુના તિરુપરંકુંડ્રમ પર્વત ઉપર કાર્તિક દીપમ પ્રગટાવવાના વિવાદે રાજકીય અને ધાર્મિક સ્વરૂપ ધારણ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ૨૦ નવેમ્બરે પર્વત ઉપરના વિવાદિત દીપસ્તંભ ખાતે આ વર્ષે દીવો પ્રગટાવવાની વિશેષ મંજૂરી આપી હતી. જોકે ગઈકાલે પરંપરાગત ઉચી પિલ્લૈયાર મંદિર ખાતે જ દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં ભાજપ અને હિન્દુ સંગઠનોએ દેખાવો કર્યા હતા. મદુરાઈ પોલીસે ગેરકાયદેસર રીતે એકત્ર થવા, જાહેર શાંતિનો ભંગ કરવા અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા સહિતના આરોપોસર આશરે ૩૦૦ કાર્યકરો સામે ગુના નોંધ્યા છે.
સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું હોવાની રજૂઆત બાદ સર્વોચ્ચ અદાલતે આ અંગે અલગ અરજી દાખલ કરવા જણાવ્યું છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
