તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
૩૧ મુખ્યમંત્રીઓમાંથી કર્ણાટકના શિવકુમાર સૌથી ધનિકઃ રૂ.૧,૪૧૩ કરોડની કુલ સંપત્તિ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુ બીજા ક્રમે છેઃ તેમની કુલ સંપત્તિ રૂ.૯૩૧ કરોડ ટીવીકેના વડા સી. જોસેફ વિજય રૂ.૬૪૮ કરોડની કુલ સંપત્તિ સાથે ત્રીજા સ્થાને

નવી દિલ્હી,તા.૨૮: દેશના ૩૧ મુખ્યમંત્રીઓમાંથી કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સૌથી ધનિક છે. અન્ય કોઈ મુખ્યમંત્રી તેમની સંપત્તિની નજીક પણ નથી. તેમણે રૂ.૧,૪૧૩ કરોડની કુલ સંપત્તિ જાહેર કરી છે. આંકડા મુજબ, બધા મુખ્યમંત્રીઓની સરેરાશ સંપત્તિ રૂ.૧૧૮.૦૭ કરોડ છે. એવા ઘણા મુખ્યમંત્રીઓ પણ છે જેમની સંપત્તિ રૂ.૧ કરોડથી ઓછી છે. દેશમાં ચાર મુખ્યમંત્રીઓ અબજોપતિ છે.
અબજોપતિ મુખ્યમંત્રીઓમાં ડીકે શિવકુમાર પહેલા ક્રમે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુ બીજા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ રૂ.૯૩૧ કરોડ છે. તમિલનાડુના મુખ્યમંત્રી અને અભિનેતા અને ટીવીકેના વડા સી. જોસેફ વિજય રૂ.૬૪૮ કરોડની કુલ સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ રૂ.૩૩૨ કરોડની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે.
મુખ્યમંત્રી વિજય પાસે રૂ.૪૦૪ કરોડની ચલ સંપત્તિ અને રૂ.૨૨૦ કરોડની સ્થાવર સંપત્તિ છે. તેમની પાસે ૧૦ રહેણાંક બંગલા અને ચાર વ્યાપારી ઇમારતો છે. તેમના વૈભવી ઘરની કિમત રૂ.૭૦ થી રૂ.૮૦ કરોડ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ ૩૧ વર્તમાન મુખ્યમંત્રીઓની સંપત્તિ અને ગુનાહિત રેકોર્ડનો ડેટા જાહેર કર્યો છે.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિદર સિહ સુખુએ કુલ સંપત્તિ રૂ.૭.૮૧ કરોડ જાહેર કરી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પાસે રૂ.૧.૯૭ કરોડની સંપત્તિ છે. આમાંથી, જંગમ સંપત્તિ રૂ.૩૦.૩૫ લાખની છે. તેમણે ફક્ત ૧૨મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
