તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
ખરાબ હવામાનને કારણે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું વિમાન દિલ્હીને બદલે જયપુરમાં લેન્ડ કરાવવું પડ્યું
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલા તાબડતોબ જયપુર એરપોર્ટ પર પહોંચ્યા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા ખરાબ હવામાનના કારણે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના વિમાનનું જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાન દિલ્હી જવાને બદલે રાજસ્થાનના જયપુરમાં ઉતરતા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ એક્શનમાં આવ્યા હતા. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલા તાબડતોબ જયપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાં જ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે એક મહત્વની મુલાકાત કરી રાજકીય ચર્ચા-વિચારણાઓ હાથ ધરી હતી.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
