<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

હનુમાનજીની મૂર્તિ સામે માથું ઝુકાવીને બેસી રહ્યા કપિરાજઃ નતમસ્‍તક મુદ્રામાં બેઠા-બેઠા દમ તોડી દીધો

ઘટનાનો એક વીડિયો પણ વાયરલ...દ્રશ્‍ય જોઈને મંદિરે આવતા શ્રદ્ધાળુઓ આશ્ચર્યચકિત

પ્રતાપનગર,તા.૨૪: આ ઘટના પ્રતાપનગર વિસ્‍તારના અરૈયાવાલા ગામમાં આવેલા મંદિરની હોવાનું કહેવાય છે. સવારે લોકો પૂજા-અર્ચના કરવા માટે મંદિરે પહોંચ્‍યા ત્‍યારે તેમની નજર હનુમાનજીની મૂર્તિ સામે બેઠેલા કપિરાજ પર પડી હતી. કપિરાજ જે રીતે માથું ઝુકાવીને બેઠા હતા, તે જોઈને એવું લાગતું હતું કે જાણે તેઓ હનુમાનજીની સામે નતમસ્‍તક થઈને બેઠા હોય.

મંદિરમાં હાજર શ્રદ્ધાળુઓ જ્‍યારે કપિરાજ પાસે પહોંચ્‍યા ત્‍યારે તેઓ તેમને પ્રેમથી પંપાળી રહ્યા હતા. અનેક મહિલાઓ તેમને વહાલ કરતી પણ જોવા મળી હતી, પરંતુ કપિરાજ લાંબા સમય સુધી એ જ જગ્‍યાએ માથું ઝુકાવીને બેઠા રહ્યા હતા. તેમની આ મુદ્રાએ ત્‍યાં હાજર લોકોનું ધ્‍યાન ખેંચ્‍યું હતું.

કેટલાક લોકોએ આ મોમેન્‍ટ્‍સને પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધી અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો. જોતજોતામાં કપિરાજનો આ વીડિયો ચર્ચાનો વિષય બની ગયો. લોકો આ લ્લશ્‍યને પોતાની આસ્‍થા સાથે જોડીને જોવા લાગ્‍યા, જ્‍યારે અનેક લોકોએ તેને કુદરતનું અનોખું અને હૃદયસ્‍પર્શી લ્લશ્‍ય ગણાવ્‍યું હતું.

આ ઘટના બાદ મંદિરમાં લોકોની અવરજવર વધી ગઈ હતી. ગામ અને આસપાસના વિસ્‍તારોમાંથી લોકો કપિરાજને જોવા માટે પહોંચવા લાગ્‍યા હતા. અનેક શ્રદ્ધાળુઓનું કહેવું હતું કે તેમને જોઈને એવું લાગતું હતું કે જાણે તે હનુમાનજીની મૂર્તિ સામે ધ્‍યાન ધરીને બેઠા હોય. જોકે, તેમની આ મુદ્રા પાછળનું વાસ્‍તવિક કારણ જાણી શકાયું નથી.

કહેવાય છે કે કપિરાજે સાંજ સુધી એ જ નતમસ્‍તક મુદ્રામાં બેઠા-બેઠા દમ તોડી દીધો હતો. આ સમાચારથી પહેલેથી જ ભાવુક થયેલા લોકો વધુ દુઃખી થઈ ગયા હતા. જે કપિરાજને લોકો મંદિરમાં પ્રેમથી પંપાળી રહ્યા હતા, તેમના નિધનના સમાચાર સામે આવ્‍યા બાદ સમગ્ર ઘટનાએ વધુ કરુણ વળાંક લીધો હતો.

અરૈયાવાલા ગામના મંદિરનું આ લ્લશ્‍ય હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્‍યું છે. કોઈ તેને આસ્‍થા સાથે જોડી રહ્યું છે, તો કોઈ તેને દુર્લભ અને હૃદયસ્‍પર્શી સંયોગ ગણાવી રહ્યું છે. કપિરાજના નિધનના સમાચારે આ ઘટનાને વધુ કરુણ બનાવી દીધી છે.

હાલમાં મંદિરમાં જોવા મળેલા આ લ્લશ્‍યને લઈને લોકોમાં જાતજાતની ચર્ચાઓ થઈ રહી છે. ભગવાન હનુમાનની મૂર્તિ સામે માથું ઝુકાવીને બેઠેલા કપિરાજની તસવીરો અને વીડિયો લોકોને ભાવુક કરી રહ્યાં છે અને આ ઘટના સોશિયલ મીડિયા પર સતત લોકોનું ધ્‍યાન ખેંચી રહી છે.

(10:13 AM IST)