તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
૧૮૨૫ કરોડના GST રીફંડ કૌભાંડનો સૂત્રધાર કપિલ ચગ ઝડપાયો
અમદાવાદ GST ઈન્ટેલિજન્સે ચગને ૨૨ સમન્સ આપ્યા હતા પરંતુ તે દુબઈ નાસી ગયો હતો

નવી દિલ્હી તા.૨૧: ડિરેક્ટોરેટ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (DGGI)ની ટીમે ૧૮૨૫ કરોડના GST રીફંડ કૌભાંડના સૂત્રધાર કપિલ ચગને ઝડપી લીધો છે. રીફંડ ઉપરાંત અનેક આર્થિક ગુનાઓમાં સંડોવાયેલા મિલન ચગને અમદાવાદ DGGI દ્વારા ૨૨ સમન્સ અપાયા હતા, પરંતુ તે ક્યારેય હાજર થયો ન હતો. દેશભરમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી મિલન ચગ દુબઈ નાસી ગયો હતો. નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એપોર્ટ પર આગમન સાથે જ DGGi અધિકારીઓએ તેને ઝડપી લીધો હતો.
ચગ ઉપરાંત કૌભાંડમાં વિપિન શર્માનું નામ પણ ખુલ્યુ હતું. શર્માએ ઈનપુટ ટેક્સ ક્રેડિટમાં રીફંડ ક્લેમ કરી કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે. ચગ અને શર્માએ અન્ય વ્યક્તિઓના કેવાયસી ડોક્યુમેન્ટ્સ રજૂ કરી કંપનીઓ ઊભી કરી હતી. આ કંપનીઓનું અસ્તિત્વ માત્ર કાગળ પર હતું.
કંપનીના માલિક, ડાયરેક્ટર સહિતના લોકોના નામ DGGi ની સત્તાવાર યાદી મુજબ, બનાવટી કંપનીના જીએસટી રજિસ્ટ્રેશનથી માંડીને બેંકિગ કાર્યવાહી, રીટર્ન ફાઈલિગ અને ક્લેમ સહિતની કાર્યવાહી સૂત્રધારો જ કરતા હતા. આ ટોળકીએ ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઊભી કરીને એક કંપનીમાંથી અન્ય કંપનીમાં તબદિલ કરી હતી અને કાગળ પર કારોબાર બતાવી કરોડો રૂપિયાની ઠગાઈ કરી હતી
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
