તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
ગુમ થયેલા ભારતીયોમાં મોટાભાગના કૈલાશ-માનસરોવર યાત્રાળુઓઃ સેના અને બચાવ ટીમો શોધખોળમાં લાગી
નેપાળના રાસુવામાં આવેલા વિનાશક પૂરમાં કૈલાશ-માનસરોવર યાત્રાળુઓ અને ત્રિશૂલ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓ સહિત ૨૯૦ ભારતીય નાગરિકો ગુમ થયા છે

નવી દિલ્હી તા.૨૮: બુધવારે નેપાળના રાસુવા અને આસપાસના વિસ્તારોમાં આવેલા અચાનક પૂરને કારણે થયેલા વિનાશમાં સેંકડો ભારતીય નાગરિકો ગુમ થયા છે. ૨૯૦ ભારતીય નાગરિકોનો સંપર્ક હજુ પણ અધૂરો છે.
આમાં ત્રિશૂલ પાવર પ્રોજેક્ટમાં કાર્યરત ૭૩ ભારતીય કામદારોનો સમાવેશ થાય છે. ગુમ થયેલા ભારતીયોમાં મોટાભાગના કૈલાશ-માનસરોવર જઈ રહેલા યાત્રાળુઓ હતા.
ભારતે આ મુશ્કેલ સમયમાં નેપાળ સાથે ખભા મિલાવીને ઊભા રહેવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. રાહત પ્રયાસોનું નિરીક્ષણ વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
જયશંકરે સંકલિત બચાવ પ્રયાસ સુનિヘતિ કરવા માટે વિદેશ સચિવ, વિદેશ મંત્રાલયની ટીમ અને કાઠમંડુ અને બેઇજિગમાં તૈનાત ભારતીય રાજદૂતો સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં તમામ ભારતીયોની સ્થિતિ અને સુખાકારી જાણવા માટે તાત્કાલિક પ્રયાસો ચાલી રહ્યા છે.
વિદેશ મંત્રાલય વિવિધ મંત્રાલયો, રાજ્ય સરકારો, ટૂર ઓપરેટરો અને પ્રોજેક્ટ અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે. ભારત આ મુદ્દા અને રાહત પ્રયાસો બંને પર નેપાળી પક્ષ સાથે નજીકથી કામ કરી રહ્યું છે. રાહત સામગ્રી મોકલવામાં આવી છે.
જોકે, પડકાર એ છે કે જરૂરિયાતમંદોને આ સહાયનું વિતરણ કરવું અને આપત્તિગ્રસ્ત કેન્દ્રો સુધી પહોંચ સુનિヘતિ કરવી. ગ્રાઉન્ડ ઝીરો પરથી ભારતીય વિદેશ મંત્રાલયને સતત આવી રહેલી મર્યાદિત માહિતી અનુસાર, સ્થાનિક સ્તરે (રસુવા, નુવાકોટ, બિદુર, વગેરે) કાટમાળ દૂર કરવો એ સૌથી તાત્કાલિક અને પ્રાથમિકતાપૂર્ણ કાર્ય હશે.
ત્રિશૂલી બજાર અને બિદુર નજીક નદીની નજીક આવેલા ગામડાઓ, બજારો અને દુકાનો કાદવમાં દટાયેલા છે. નેપાળ સરકાર પાસે આ બધા વિસ્તારોમાં રાહત પહોંચાડવા માટે જરૂરી સાધનો અથવા માનવશક્તિનો અભાવ છે. મોટા પાયે રાહત કામગીરી ફક્ત એક કે બે દિવસમાં શરૂ થશે.
રાહત કામગીરી અંગે વિગતવાર માહિતી આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી, ૨૮૮ ભારતીય નાગરિકોનો હજુ સુધી સંપર્ક કરવામાં આવ્યો નથી. આમાં ત્રિશુલી-૧ પાવર પ્રોજેક્ટ પર કામ કરતા ૭૩ ભારતીયોનો સમાવેશ થાય છે.
કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ આ લોકો વિશે વધુ માહિતી મેળવવા માટે પ્રોજેક્ટ વડાના સંપર્કમાં છે. વિસ્તારમાં સંદેશાવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેના કારણે જમીન પર રહેલા લોકો સાથે સંપર્ક મુશ્કેલ બન્યો છે.
તેમણે કહ્યું કે ૩૭ અને ૪૯ તમિલનાડુના નાગરિકોના બે અલગ-અલગ જૂથો સમ્રાટ અને ફલાય એવરેસ્ટ ટ્રાવેલ્સ દ્વારા કૈલાશ માનસરોવર ગયા હતા
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
