News of Wednesday, 13th May 2026
જજ સાયકલ પર - મંત્રી ઈ-રિક્ષામાં! પાટીલે છોડ્યો પાયલોટ-એસ્કોર્ટ કાફલો
મધ્ય પ્રદેશમાં હાઈકોર્ટના જજ સાયકલ ચલાવીને કોર્ટ પહોંચ્યા હતા તો ક્યાંક મંત્રી અને અધિકારીઓએ ઈ-રિક્ષામાં મુસાફરી કરી ઈંધણ બચાવવાનો સંદેશ આપ્યો

નવી દિલ્હી તા.૧૩: પヘમિ એશિયા સંકટને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી મોદી દ્વારા પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલની દેશવ્યાપી અસર જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશમાં હાઈકોર્ટના જજ સાયકલ લઈને કોર્ટ પહોંચ્યા, તો વળી લઘુ ઉદ્યોગ નિગમના અધ્યક્ષે ઈ-રિક્ષાનો સહારો લીધો હતો. કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી C.R. પાટીલે સુરક્ષા કાફલો છોડવાનો નિર્ણય લઈને એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જબલપુરમાં પ્રધાનમંત્રીની અપીલનું એક ઉદાહરણ જોવા મળ્યું છે, જ્યારે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ D.D. બંસલ પોતે સાયકલ ચલાવીને કોર્ટ પહોંચ્યા હતા. જાસ્ટિસ બંસલ સિવિલ લાઈન્સ સ્થિત તેમના સરકારી આવાસથી ૩ કિલોમીટર સુધી ભીડભાડવાળા રસ્તાઓ પર સાયકલ ચલાવતા જોવા મળ્યા હતા. તેમની સાથે કોર્ટના કર્મચારીઓ પણ બેગ અને ટિફિન લઈને સાયકલ પર કોર્ટ પહોંચ્યા હતા.
જસ્ટિસ બંસલે કહ્યું કે, હાઈકોર્ટના જજ હોવાને કારણે સાયકલ ન ચલાવી શકાય એવું વિચારવું ખોટું છે. તેમણે ચીફ જાસ્ટિસ સંજીવ સચદેવાની પ્રેરણા અને પ્રધાનમંત્રીના નિવેદનનો હવાલો આપતા સામાન્ય નાગરિકોને પણ તેલની બચત કરવાની અપીલ કરી હતી.
જબલપુરમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ D.D. બંસલ પોતે સાયકલ ચલાવીને કોર્ટ પહોંચ્યા હતા. જસ્ટિસ બંસલ સિવિલ લાઈન્સ સ્થિત તેમના સરકારી આવાસથી ૩ કિલોમીટર સુધી ભીડભાડવાળા રસ્તાઓ પર સાયકલ ચલાવતા જોવા મળ્યા હતા. તેમની સાથે કોર્ટના કર્મચારીઓ પણ બેગ અને ટિફિન લઈને સાયકલ પર ચાલતા નજરે પડ્યા હતા. જસ્ટિસ બંસલે કહ્યું કે, એ વિચારવું ખોટું છે કે હાઈકોર્ટના જજ હોવાને કારણે સાયકલ ન ચલાવી શકાય. તેમણે ચીફ જસ્ટિસ સંજીવ સચદેવાની પ્રેરણા અને પ્રધાનમંત્રીના આહ્વાનનો હવાલો આપતા સામાન્ય નાગરિકોને પણ તેલની બચત કરવાની અપીલ કરી હતી.
ભોપાલમાં નવનિયુક્ત લઘુ ઉદ્યોગ નિગમના અધ્યક્ષ સત્યેન્દ્ર ભૂષણે પણ ઈ-રિક્ષા અપનાવીને એક સંદેશ આપ્યો છે. ઈરાન-ઇઝરાયેલ યુદ્ધને કારણે વૈશ્વિક કટોકટી અને પેટ્રોલ-ડીઝલની કિમતો પર પડનારી અસરને જોતા પ્રધાનમંત્રીએ ઈંધણનો ઓછો ઉપયોગ કરવાની વાત કરી હતી. આ જ કારણે સત્યેન્દ્ર ભૂષણ આજે BJP કાર્યાલય અને ત્યારબાદ લઘુ ઉદ્યોગ ઓફિસ ઈ-રિક્ષામાં પહોંચ્યા હતા. તેમણે ઈ-રિક્ષામાં જ જઈને પોતાનો પદભાર ગ્રહણ કર્યો હતો.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C.R. પાટીલે તેમના સત્તાવાર પ્રવાસોમાં પાયલોટ અને એસ્કોર્ટ ગાડીઓ લેવાનો ઇનકાર કરી દીધો છે. ઉત્તરાખંડના રુડકી પ્રવાસ દરમિયાન તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે, તેમને પ્રોટોકોલ હેઠળ મળતી સુરક્ષા ગાડીઓ ન આપવામાં આવે. સામાન્ય રીતે કેન્દ્રીય મંત્રીઓના કાફલામાં રાજ્ય પોલીસની ગાડીઓ આગળ-પાછળ ચાલતી હોય છે, જેનાથી ઈંધણનો વપરાશ વધે છે. પાટીલ, જે દિલ્હીમાં પહેલાથી જ કાફલા વગર ચાલે છે, તેમણે પ્રધાનમંત્રીની સાત અપીલોમાંથી એક કાર પુલ અને સંસાધનોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
આ સિવાય જો કેન્દ્રીય મંત્રીને સ્પેશિયલ સિક્યુરિટી કેટેગરી જેવી કõ Y, Z અથવા Zૅ મળી હોય તો વધારાના સુરક્ષાકર્મીઓ અને સુરક્ષા વ્યવસ્થા પણ સુનિヘતિ કરવામાં આવે છે. જે જિલ્લામાં મંત્રીનો પ્રવાસ હોય છે, ત્યાંના SP અને DM સુરક્ષા વ્યવસ્થા માટે જવાબદાર હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાટીલે નિર્ણય લીધો છે કે, તેઓ તેમના સત્તાવાર પ્રવાસમાં પાયલોટ અને એસ્કોર્ટ વાહન નહીં લે
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
