<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

જિયો માત્ર રૂ.૫૫ માં તમારા ફોન પર લાવી રહ્યું છે ૧૦૦૦થી વધુ લાઈવ ટીવી ચેનલ્‍સ

૩૦ દિવસની વેલિડિટી સાથે એન્‍ટરટેઈનમેન્‍ટ-ઓન્‍લી પેક લોન્‍ચ કર્યુઃ હવે JioTV એપ પર પ્રસારિત થઈ રહ્યો છે મનોરંજનનો મોટો ખજાનો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: મનોરંજન હવે એકદમ વધારે સારે રીતે પરવડે તેવું બની ગયું છે. જિયોએ રૂ.૫૫નું જિયોટીવીપ્રો પેક રજૂ કર્યું છે. આ ૩૦ દિવસનું એક પેક છે જિયોટીવી મોબાઇલ એપના માધ્‍યમથી ૧૦૦૦થી વધુ લાઈવ ટીવી ચેનલ્‍સ સીધા તમારા ખિસ્‍સામાં એટલે કે મોબાઇલમાં લાવી દે છે.

૧૬થી વધુ ભાષાઓમાં 1000+ ચેનલ્‍સ, જેમાં 150+ પ્રીમિયમ ચેનલ્‍સ સામેલ

માત્ર ચાના બે કપ જેટલી કિંમતમાં, ગ્રાહકોને ૧૬થી વધુ ભાષાઓમાં પ્રસારિત ચેનલોનો એક વિશાળ સંગ્રહ મળે છે, જેમાં બ્રોડકાસ્‍ટિંગ ક્ષેત્રના કેટલાક સૌથી મોટા નામોની ૧૫૦થી વધુ પ્રીમિયમ ચેનલ્‍સનો સમાવેશ થાય છે. જેમાં મનોરંજન, ફિલ્‍મો, સમાચાર, બાળકોના કાર્યક્રમો, લાઈફસ્‍ટાઈલ અને પ્રાદેશિક સામગ્રીના સમળદ્ધ મિશ્રણને આવરી લેતી સ્‍ટારપ્‍લસ એચડી, કલર્સ એચડી, સોની એન્‍ટરટેઇનમેન્‍ટ ટેલિવિઝન એચડી, સોની સબ એચડી, ડિસ્‍કવરી, એનિમલ પ્‍લેનેટ, સન ટીવી નેટવર્ક, ઇટીવી અને આવી અન્‍ય ઘણી ચેનલ્‍સનો સમાવેશ થાય છે.

ભારતના સૌથી મોટા બ્રોડકાસ્‍ટર્સ તરફથી પ્રીમિયમ ચેનલ્‍સ

આ પેક જિયોસ્‍ટાર, સોની એન્‍ટરટેઇનમેન્‍ટ ટેલિવિઝન, સન ટીવી નેટવર્ક, વર્નર બ્રધર્સ ડિસ્‍કવરી અને ઇટીવીની પ્રીમિયમ ચેનલોને એકસાથે લાવે છે, જે તેને વિવિધ પ્રકાર અને ભાષાઓમાં ટીવી જોતા પરિવારો માટે એક સાચો અને બધી સુવિધા એક જ જગ્‍યાએ આપતું પેક બનાવે છે. (નોંધઃ જિયોસ્‍ટાર અને સોનીની સ્‍પોર્ટ્‍સ ચેનલો આ પેકનો ભાગ નથી.)

કોઈ એક્‍ટિવેશનની જરૂર નથી

શરૂઆત કરવી એકદમ સરળ છે. રૂ.૫૫ ના પેકથી રિચાર્જ કરો, JioTV એપ ખોલો, તમારા Jio નંબર સાથે લોગ-ઈન કરો અને જોવાનું શરૂ કરો. આના માટે કોઈ અલગ એક્‍ટિવેશન પ્રક્રિયાની જરૂર નથી, અને તમારું રિચાર્જ સફળ થતાંની સાથે જ પ્રીમિયમ ચેનલ્‍સ ઉપલબ્‍ધ થઈ જશે.

એન્‍ટરટેઈનમેન્‍ટ-ઓન્‍લી પેક વિશે

આ પેક માત્ર એન્‍ટરટેઇનમેન્‍ટ ઓન્‍લી પેક હોવાથી, તેમાં કોઈ વોઈસ (કોલિંગ) કે એસએમએસના લાભ મળતા નથી. આ સેવાનો આનંદ માણવા માટે તમારી પાસે એક્‍ટિવ જિયો પ્રીપેડ અથવા પોસ્‍ટપેડ કનેક્‍શન હોવું જરૂરી છે. આ પેક જિયોટીવીએપ દ્વારા એક મોબાઇલ ડિવાઇસ પર કામ કરે છે અને તે પ્રીપેડ તેમજ પોસ્‍ટપેડ બંને ગ્રાહકો માટે ઉપલબ્‍ધ છે. જો તમે એક કરતાં વધુ વખત રિચાર્જ કરશો, તો વધારાના પેક કતારમાં ગોઠવાઈ જશે અને દરેક ૩૦ દિવસની સાયકલ પૂરી થતાંની સાથે એક પછી એક એક્‍ટિવેટ થતા જશે.

ઓનલાઈન અને ઓફલાઈન

રૂ.૫૫નું આ જિયોટીવી પ્રો પેક ઓનલાઈન અને ઓફલાઈન બંને રિચાર્જ માધ્‍યમો પર ઉપલબ્‍ધ છે.

તેથી પછી ભલે તે તમારી મનપસંદ ડેઇલી સિરિયલ હોય, નવીનતમ સમાચાર હોય, બાળકો માટે કાર્ટૂન હોય, કે તમારી માતળભાષામાં પ્રાદેશિક શો હોય, બધું જ અહીં ઉપલબ્‍ધ છે, માત્ર રૂ.૫૫માં.

વધુ વિગતો માટે જિયોટીવી એપની મુલાકાત લો અથવા તમારા નજીકના જિયો રિચાર્જ પોઇન્‍ટનો સંપર્ક કરો. (રર.૮)

(1:13 PM IST)