તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
Jio IPO ૨૧ ઓક્ટોબરે ખુલી શકે છેઃ ૩૭,૭૦૦ કરોડ રૂપિયાનું કદ
કંપનીના IPO માટે પ્રાઇસ બેન્ડ ૧,૧૫૦-૧,૨૨૦ રૂપિયા હોઈ શકે છે : કંપનીનો IPO આજે ગ્રે માર્કેટમાં રૂા.૧૫૬ ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે

મુંબઇ તા.૬: મુકેશ અંબાણીની આગેવાની હેઠળની ટેલિકોમ કંપની Jioનો IPO ૨૧ ઓક્ટોબરે લોન્ચ થઈ શકે છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, કંપનીનો IPO કદ ૩૭,૭૦૦ કરોડ રૂપિયા અથવા ઼૪ બિલિયન હોઈ શકે છે. જો આવું થાય, તો તે ઇતિહાસનો સૌથી મોટો IPO હોઈ શકે છે. અહેવાલ મુજબ, એન્કર રોકાણકારોને ૧૯ ઓક્ટોબરે પોતાનો દાવ લગાવવાની તક મળી શકે છે. જો Jioનો IPO ૨૧ ઓક્ટોબરે ખુલશે, તો તે ૨૩ ઓક્ટોબરે બંધ થશે. ૨૬ ઓક્ટોબરે શેર ફાળવવામાં આવશે. ૨૮ ઓક્ટોબરે લિસ્ટિંગ શક્ય છે. તારીખો અને કદ અંગે કંપની દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ બાબતથી પરિચિત લોકોના મતે, કંપની ૧૨ ઓક્ટોબર પછી તેનો ય્ણ્ભ્ ફાઇલ કરી શકે છે. Jio IPO માટે પ્રાઇસ બેન્ડ રુા.૧,૧૫૦ થી રૂા.૧,૨૨૦ ની વચ્ચે હોઈ શકે છે. Jio એ જૂનમાં SEBI માં IPO માટે અરજી કરી હતી. બજાર નિયમનકારે ૨૮ ઓગસ્ટે IPO ને મંજૂરી આપી હતી.
Jio ના IPO ને ધ્યાનમાં લેતા રોકાણકારોને ગ્રે માર્કેટમાંથી દરરોજ સકારાત્મક સમાચાર મળી રહ્યા છે. ઇન્વેસ્ટર્સ ગેઇનના અહેવાલ મુજબ, કંપનીનો IPO આજે ગ્રે માર્કેટમાં રૂા.૧૫૬ ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. પાછલા દિવસે, GMP પ્રતિ શેર રૂા.૧૪૮ હતો. આનો અર્થ એ થયો કે ત્યારથી પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.
લાઇવ મિન્ટ અનુસાર, કંપનીએ તાજેતરમાં યુકે અને યુએસ જેવા દેશોમાં રોડ શો પૂર્ણ કર્યા છે. આ રોડ શોનું નેતૃત્વ આકાશ અને ઇશા અંબાણીએ કર્યું હતું.
જિઓના IPO અંગે અપડેટ્સ બહાર આવતાં, રિલાયન્સના શેરમાં ગતિવિધિ વધી શકે છે. ગઈકાલે, સોમવારે, કંપનીના શેર BSE પર ૧.૭૨ ટકા વધીને રૂા.૧,૧૮૬.૧૦ પર બંધ થયા.
Jio ભારતીય શેરબજારના ઇતિહાસમાં સૌથી મોટો IPO હોઈ શકે છે. જો કંપનીનો IPO કદ રૂા.૩૭,૭૦૦ કરોડની આસપાસ હોય, તો પણ તે Hyundai ના રૂા.૨૭,૮૫૦ કરોડ કરતા ઘણો મોટો હશે. Hyundai નો IPO ૨૦૨૪ માં આવ્યો હતો. સૌથી મોટા IPO ની યાદીમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બીજા ક્રમે છે. ગયા મહિને, આ કંપનીએ રૂા. ૨૨,૫૬૨ કરોડના કદ સાથે તેનો IPO લોન્ચ કર્યો હતો
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
