તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
દ્વારકાધીશ ભગવાનના દર્શને ઝારખંડના રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી : મંદિર પરિસરમાં લીધો ધન્યતાનો અનુભવ
દ્વારકાધીશ મંદિરે પૂજા-અર્ચના કરી, વહીવટી તંત્ર દ્વારા સાંસદનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું : દેશની સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૧૭ : યાત્રાધામ દ્વારકામાં આજે ઝારખંડના રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ પરિમલભાઈ નથવાણીએ શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારકાધીશના દર્શને પહોંચતા મંદિરના વહીવટદાર અને પૂજારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે શ્રી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી દેશની સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
દર્શન બાદ તેમણે મંદિર પરિસરમાં પૂજા વિધિ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પરિમલભાઈ નથવાણી દ્વારકાધીશના અનન્ય ભક્ત છે અને તેઓ અવારનવાર દ્વારકાની મુલાકાતે આવતા રહે છે.(તસ્વીર:દિપેશ સામાણી-દ્વારકા)
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
