<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

જાપાનની એક કેરીના ફળ માટે રૂા. ૧૮૦૦૦ની બોલી લાગી

આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ અઢી લાખ રુપિયે કિલો સુધી વેચાતી કેરીની ખરીદી કરવા લોકો બોલી પણ લગાવે છે : મિયાઝાકી વેરાયટીની આ એક કેરીની ખરીદી કરવા માટે ૧૫થી ૧૮ હજાર રુપિયા સુધીની બોલી લાગી

પશ્ચિમ ચંપારણ તા.૨૯: બિહારના આ જિલ્‍લામાં હાલમાં મિયાઝાકી કેરીની ખૂબ ચર્ચા થઈ રહી છે. જાપાનના મિયાઝાકીમાંથી આવેલી આ કેરી હાલમાં ચંપારણના લોકોનું ધ્‍યાન આકર્ષિત કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ અઢી લાખ રુપિયે કિલો સુધી વેચાતી આ કેરીની ખરીદી કરવા લોકો બોલી પણ લગાવે છે. પશ્ચિમ ચંપારણ જિલ્‍લાના મુખ્‍યાલય બેતિયામાંથી આવો જ એક રોમાંચક કિસ્‍સો સામે આવ્‍યો છે. જેમાં મિયાઝાકી વેરાયટીની આ એક કેરીની ખરીદી કરવા માટે ૧૫થી ૧૮ હજાર રુપિયા સુધીની બોલી લાગી હતી.

જણાવી દઈએ કે આ કેરીનું ઉત્‍પાદન બેતિયાના પ્રસિદ્ધ વેપારી મુનેશ્વર કુમારના ઘરે થઈ રહ્યું છે. મુનેશ્વર પોતાના મોટા ભાઈ યોગેશ સાથે મળીને નંદની જ્‍વેલર્સ નામની દુકાન ચલાવી રહ્યા છે. તેમણે વર્ષ ૨૦૧૫માં સપ્‍ટેમ્‍બર મહિનામાં ઘરની છત પર પ્‍લાસ્‍ટિક બેગમાં મિયાઝાકી કેરીના છોડ લગાવ્‍યા હતા. જેમાં હાલમાં શાનદાર ફળ આવી રહ્યા છે.

દુર્લભ અને એક્‍ઝોટિક વેરાયટી હોવાના કારણે તેમણે તેની ચર્ચા બાગાયતી નિષ્‍ણાત રવિકાંત પાંડે સાથે કરી. રવિકાંત છેલ્‍લા ૧૦ વર્ષથી કૃષિ બાગાયતી પર રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટનું કામ કરે છે અને કેટલાય કૃષિ સમૂહ ચલાવે છે.

તેમણે આ કેરીની તસવીર તમામ ગ્રુપમાં શેર કરી હતી, જે બાદ અમુક ખેડૂતોએ તેને ખરીદવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી. રવિકાંત જણાવે છે કે આ દરમ્‍યાન આヘર્યની વાત એ રહી કે લોકો તેને ખરીદવા માટે ૧૫થી ૧૮ હજાર રુપિયા સુધી આપવા માટે તૈયાર થઈ ગયા. જો કે મુનેશ્વરે તેને વેચવાની ના પાડી દીધી અને કહ્યું કે, તેઓ તેને પરિવાર સાથે ખાવા માગે છે. ઘરની ગૃહિણીઓએ છોડને ખૂબ જ પ્રેમથી લગાવ્‍યો હતો. એટલા માટે તેના પર સૌથી પહેલો હક તેમનો છે.

નિષ્‍ણાતોનું માનવું છે કે થોડી દેખરેખથી ચંપારણ સહિત સમગ્ર બિહારમાં મિયાઝાકીની બાગાયતી કરી શકાય છે. જાપાનના મિયાઝાકી શહેરમાંથી આવેલી હોવાથી આ કેરીને મિયાઝાકી નામથી ઓળખવામાં આવે છે. તેનો રંગ લાલીમા સાથે ઉગતા સૂર્યની માફક હોય છે. એટલા માટે તેને એગ ઓફ સન એટલે કે સૂરજનું ઈંડું પણ કહેવાય છે.

(10:25 AM IST)