તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
બિહારમાં આજે જનતાદળ યુનાઇટેડનો 'સુશાસન દિવસ' : નીતિશકુમારની બે દાયકાથી વધુ વહીવટી સફરની ઉજવણી
રાજ્યના દરેક જિલ્લા અને પ્રખંડ સ્તરે કાર્યક્રમો : વિકાસ, કાયદો-વ્યવસ્થા અને સામાજિક ન્યાયની કામગીરી લોકો સમક્ષ રજૂ કરાશે

પટણા, તા. ૨૪ : બિહારમાં જનતાદળ યુનાઇટેડ દ્વારા આજે રાજ્યવ્યાપી 'સુશાસન દિવસ' ઉજવવામાં આવશે. નીતિશકુમારે ૨૪ નવેમ્બર, ૨૦૦૫ના રોજ બિહારના મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળી હતી. આ ઐતિહાસિક દિવસની યાદમાં પક્ષે સમગ્ર રાજ્યમાં કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
પક્ષના પ્રદેશ પ્રમુખ ઉમેશસિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે નીતિશકુમારના નેતૃત્વમાં બિહારની કાયદો-વ્યવસ્થા, વિકાસ અને સામાજિક ન્યાયના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ છે.
પક્ષના મુખ્યાલય ઉપરાંત જિલ્લા અને પ્રખંડ સ્તરે પરિસંવાદ તથા ચર્ચાસભાઓ યોજાશે. સોમવારે અનેક સ્થળોએ દીપોત્સવ દ્વારા કાર્યક્રમની શરૂઆત પણ કરવામાં આવી હતી. પક્ષના ધારાસભ્યો, પદાધિકારીઓ અને કાર્યકરોને કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં નીતિશકુમાર પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સભ્ય છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
