<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

આઈફોન ૧૮ પ્રોનો જબરો ક્રેઝઃ પત્‍નીએ ગિફટ માંગી તો યુવકે સોનું વેચી નાખ્‍યું

સુરતથી મુંબઈ પહોંચ્‍યો યુવક

મુંબઈ  તા.૧૯: આઈફોન ૧૮ પ્રો સિરીઝની ઓફિશિયલ સેલ શરૂ થઈ ગઈ છે. એટલે કે વેચાણ શરૂ થઈ ચૂક્‍યું છે. નવા આઇફોનનો જેટલો હાઇપ હતો, તેવું જ જોવા મળ્‍યું છે. સ્‍ટોર ખુલે તે પહેલાં જ નવો આઈફોન ખરીદવા માટે સ્‍ટોરની બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. સ્‍ટોર ખુલતાની સાથે જ લોકો નવો ફોન ખરીદવા માટે રીતસરના તૂટી પડ્‍યા હતા. એવામાં હાલ સોશિયલ મીડિયા પર એક ગ્રાહકની ઘણી ચર્ચા થઈ રહી છે.

નવો આઈફોન ખરીદવા માટે આવેલા આ ગ્રાહકે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્‍યું કે, તેઓ સોનું વેચીને પોતાની પત્‍ની માટે નવો આઈફોન ૧૮ પ્રો ખરીદવા આવ્‍યા હતા. નોઈડાનો એપલ સ્‍ટોર સવારે ૮ વાગ્‍યે ખુલવાનો હતો. જોકે, આ પહેલા જ DLF મોલની બહાર લાંબી લાઈન લાગી ગઈ હતી. લાઈનમાં દિલ્‍હીથી સ્‍પેશિયલ આઈફોન ખરીદવા આવેલા એક વ્‍યક્‍તિ ઉભા હતા. તેમણે મીડિયાને જણાવ્‍યું કે, તેમની પત્‍નીએ તેમની પાસે iPhone 18 Prં ગિફટમાં માંગ્‍યો હતો. તેમણે કહ્યું કે, હું નવો ફોન મારી પત્‍ની માટે લેવા આવ્‍યો છું.

જ્‍યારે તેમને પૂછ્‍યું કે, તમે આજે જ આઈફોન લેવાનું કેમ નક્કી કર્યું? જેના જવાબમાં તેમણે કહ્યું કે, આજે પૈસા છે, પહેલા નહોતા, આગળ હશે કે નહીં એ પણ કહીં શકાય એમ નથી. હું તો આજમાં જ જીવી રહ્યો છુંૅ દિલ્‍હીથી આઈફોન ખરીદવા આવેલા આ વ્‍યક્‍તિ ખરેખર સોનું વેચીને આઈફોન ખરીદવા માટે આવ્‍યા હતા. આ પરથી એવું દેખાઈ રહ્યું છે કે, નવા આઈફોનને લઈને લોકોમાં કેટલો ક્રોઝ જોવા મળી રહ્યો છે.

મુંબઈમાં સૌથી પહેલો આઈફોન ખરીદનાર સુરતના યુવકે જણાવ્‍યું કે, એવી ઈચ્‍છા હતી કે પહેલો ફોન મને મળે તે માટે હું ૧૦/૧૨ કલાકથી લાઈનમાં ઊભો હતો, ફાઈનલી મુંબઈનો પહેલો ફોન મારા હાથમાં આવ્‍યો છે. મને ઘણી ખુશી થઈ રહી છે. હું સુરતથી આવ્‍યો છું. આઈફોન ખરીદવા માટે હું ઘણી કલાકો સુધી લાઈનમાં ઊભો રહ્યો.

(10:25 AM IST)