News of Monday, 26th October 2026
ફ્રાન્સના બ્રેન્ડેડ સ્ટોર્સમાંથી લૂંટાયેલી ચીજો હવે પેરિસના રસ્તાઓ પર ભારે ડિસ્કાઉન્ટમાં વેચાવા લાગી

પેરિસતા.૨૬: ફ્રાન્સનાં વિરોધ-પ્રદર્શનોમાં પેરિસમાં બ્રેન્ડેડ સ્ટોરમાંથી લક્ઝરી ચીજવસ્તુઓ લૂંટવામાં આવી હતી એ હવે પેરિસના રસ્તાઓ પર ભારે ડિસ્કાઉન્ટમાં વેચાવા લાગી છે. બેફામ ટોળાએ સુપરમાર્કેટ્સ, ફાર્મસી, લક્ઝરી શોપ્સ, બુટિક્સ, ઇલેક્ટ્રોનિક શો-રૂમ્સને તોડીને લૂંટફાટ કરી હતી. આ સ્ટોર્સમાં લુઈ વિત્તોં, હર્મી, ડિયોર અને રોલેક્સ જેવી લક્ઝરી બ્રેન્ડ્સનો સમાવેશ થાય છે.
રસ્તા પર આ ચીજો વેચી રહેલા કેટલાક વિક્રેતાઓ મૂળ કિમતના ૯૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યા છે. વિક્રેતાઓ સ્ટોર્સમાંથી વસ્તુઓ લઈ જવામાં આવી રહી હોવાના વિડિયો પણ બતાવી રહ્યા છે જેનાથી આ ચીજ ઑરિજિનલ છે એવું ખરીદનારને લાગી શકે. બીજી તરફ સેકન્ડહેન્ડ ઑનલાઇન માર્કેટપ્લેસ ‘વિન્ટેડ'માં પણ ગત એકાદ દિવસમાં લિસ્ટિંગમાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે અને લૂંટફાટ કરનારા લોકો ત્યાં પણ આ ચીજો વેચી રહ્યા છે. આ પ્લેટફોર્મ પર રોલેક્સ ઘડિયાળો ભારે ડિસ્કાઉન્ટમાં રીસેલમાં ઉપલબ્ધ છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
