<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

હજુ કાળઝાળ ગરમી પડશેઃ ૫૦ ડીગ્રી પહોંચશે તાપમાન

ભારતીય હવામાન ખાતાએ દેશમાં ભયાનક ગરમી અને લુની ચેતવણી જારી કરી : મહારાષ્‍ટ્ર ઉપર ગરમીની સર્જિકલ સ્‍ટ્રાઇકઃ અકોલામાં ૪૪ ડીગ્રી નોંધાયું: અમુક વિસ્‍તારોમાં તાપમાન ૫૦ ડીગ્રી થશે

નવી દિલ્‍હી તા.૧૭: ભારતમાં આ વર્ષે ભયંકર ગરમીનો અનુભવ થવાની ધારણા છે. ઘણા વિસ્‍તારોમાં ગરમી પહેલા કરતા ઘણી વધુ તીવ્ર સ્‍તરે પહોંચી ગઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અઠવાડિયે મહારાષ્ટ્રના ઘણા જિલ્‍લાઓ માટે ગરમીનું એલર્ટ જારી કર્યું છે, અને વિદર્ભનું અકોલા વિશ્વના સૌથી ગરમ શહેરોમાં સ્‍થાન મેળવ્‍યું છે જ્‍યાં તાપમાન લગભગ ૪૪ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચ્‍યું છે.

અમરાવતી, વર્ધા અને નાગપુર પણ ટોચના ૧૦ શહેરોમાં સ્‍થાન મેળવી ચૂક્‍યા છે. દેશના ઘણા ભાગોમાં તાપમાન પહેલાથી જ ૪૦-૪૪ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ગરમીનું મોજું વધુ તીવ્ર બનશે.

IMD મુજબ, ૨૦૨૬ સામાન્‍ય કરતાં વધુ ગરમ રહેશે, માર્ચ અને મે વચ્‍ચે ગરમીનું મોજું વધવાની ધારણા છે, અને તાપમાન ૪-૮ ડિગ્રી સેલ્‍સિયસ સુધી વધી શકે છે. ગરમીની ટોચ પર, કેટલાક વિસ્‍તારોમાં તાપમાન ૫૦ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચવાની ધારણા છે.

જ્‍યારે વિશ્વભરના શહેરોના તાપમાનની વાત આવે છે, ત્‍યારે ચીનના યુનાન પ્રાંતનું જિગહોંગ સૌથી ગરમ શહેર હતું, જ્‍યાં તાપમાન 370C હતું. ત્‍યારબાદ ભારતના ઓડિશામાં બાલનગીર આવે છે, જ્‍યાં તાપમાન ૩૬0C હતું.

એ જ રીતે, વિયેતનામના સોન લામાં ૩૬0C, ભારતના મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ૩૬0C, છત્તીસગઢના રાયપુરમાં ૩૬0C, મહારાષ્ટ્રના ગઢચંદુરમાં ૩૬0C, છત્તીસગઢના મહાસમુંદમાં ૩૬0C, બિહારના સાસારામમાં ૩૬0C, છત્તીસગઢના ભિલાઈમાં ૩૬0C, તેલંગાણાના કોઠાપેટમાં ૩૬0C, છત્તીસગઢના બિલાસપુરમાં ૩૬0C, છત્તીસગઢના દુર્ગમાં ૩૬0C અને ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં ૩૬0C તાપમાન નોંધાયું હતું.

આ ઉપરાંત પૂર્વ થાઈલેન્‍ડના અરણ્‍યપ્રાથેતમાં ૩૫ 0C, છત્તીસગઢના લછનપુરમાં ૩૫0C, UPના મિર્ઝાપુરમાં ૩૫0C, તેલંગાણાના જગત્‍યાલમાં ૩૫0C, થાઇલેન્‍ડના વાટ ફ્રા ફુથ્‍થાબટમાં ૩૫0C, વરસીબાદના ૩૫0C, અદનાબાદમાં ૩૫ઓઘ્‍ તાપમાન નોંધાયું હતું. તેલંગાણા, છત્તીસગઢના મસાનગંજમાં ૩૫ ઓ સે, મહારાષ્ટ્રના મોર્શીમાં ૩૫ ઓ સે, વિયેતનામના ક્‍વિ નહોનમાં ૩૫ ઓ સે, તેલંગાણાના કરીમનગરમાં ૩૫ ઓ સે અને તેલંગાણાના ભૈંસામાં ૩૫ ઓ સે.તાપમાન નોંધાયું હતું.

(10:44 AM IST)