તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
રાષ્ટ્રીય સુરક્ષા, ગુનાખોરી, છેતરપિંડી, આતંકવાદી સમર્થન અને ઇમિગ્રેશન સિસ્ટમના દુરુપયોગ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અમેરિકામાં અઢી લાખથી વધુ વિઝા રદ
વિદેશી નાગરિકો અને ભવિષ્યમાં વિઝા મેળવવા ઇચ્છુક લોકો માટે નિયમો વધુ કડક બનવાના સંકેત

અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર દરમિયાન અઢી લાખથી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે. વિભાગના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષા, ગુનાખોરી, છેતરપિંડી, આતંકવાદી સમર્થન અને ઇમિગ્રેશન સિસ્ટમના દુરુપયોગ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
વિદેશ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે દરેક વિઝા અંગેનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાનો નિર્ણય છે. સતત તપાસ અને ચકાસણીની પ્રક્રિયા હેઠળ એવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે, જેઓ અમેરિકન કાયદા અથવા સુરક્ષાને જોખમરૂપ બની શકે છે. આ પગલાને ટ્રમ્પ વહીવટીતંત્રે ઐતિહાસિક કાર્યવાહી ગણાવી છે.
આ નિર્ણયથી અમેરિકામાં રહેલા વિદેશી નાગરિકો અને ભવિષ્યમાં વિઝા મેળવવા ઇચ્છુક લોકો માટે નિયમો વધુ કડક બનવાના સંકેત મળે છે. ભારતીય વિદ્યાર્થીઓ, કામદારો અને પ્રવાસીઓ માટે પણ દસ્તાવેજો, નિયમો અને કાનૂની સ્થિતિ અંગે વધુ સાવચેતી જરૂરી બની શકે છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
