News of Monday, 26th October 2026
ISRO ભરતી ૨૦૨૬: ૧૦ પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, કુલ ૬૧ ખાલી જગ્યાઓ માટે અરજીઓ શરૂ
યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટર (URSC) દ્વારા ટેકનિશિયન અને ડ્રાઇવરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે; લાયક ઉમેદવારો ૧૩ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

બેંગલુરુ: ભારતીય અવસાન સંશોધન સંસ્થા (ISRO) અંતર્ગત આવતા પ્રખ્યાત યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટર (URSC) દ્વારા સરકારી નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે એક મોટો અવસર સામે આવ્યો છે. સંસ્થા દ્વારા ધોરણ ૧૦ પાસ અને ITI લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ઝુંબેશ હેઠળ કુલ ૬૧ જગ્યાઓ ભરવામાં આવશે, જેના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
ખાલી જગ્યાઓની વિગતો:
આ ભરતી નોટિફિકેશન (જાહેરાત ક્રમાંક: URSC:04:2026) મુજબ કુલ ૬૧ જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે:
ટેકનિશિયન-બી (Technician-B): વિવિધ ટ્રેડ્સમાં કુલ ૪૬ જગ્યાઓ.
ડ્રાઇવર પદો (Heavy/Light/Staff Car Driver): વિવિધ ડ્રાઇવિંગ પદો માટે કુલ ૧૫ જગ્યાઓ.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ:
ટેકનિશિયન-બી પદ માટે: ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ ૧૦ (SSLC/SSC/Matriculation) ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને સાથે જ સંબંધિત ટ્રેડમાં NCVT માન્યતા પ્રાપ્ત ITI / NTC / NAC સર્ટિફિકેટ ધરાવતા હોવું જરૂરી છે.
ડ્રાઇવર પદો માટે: ધોરણ ૧૦ પાસ હોવાની સાથે યોગ્ય ડ્રાઇવિંગ લાયસન્સ અને નિર્ધારિત વર્ષોનો ડ્રાઇવિંગ અનુભવ હોવો ફરજિયાત છે.
વય મર્યાદા (Age Limit):
આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ. વયની ગણતરી ૧૩ નવેમ્બર ૨૦૨૬ના રોજ ધ્યાનમાં લેવામાં આવશે. સરકારી નિયમો અનુસાર આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે.
પગાર ધોરણ (Salary):
ટેકનિશિયન-બી: પે લેવલ-૩ મુજબ દર મહિને ₹૨૧,૭૦૦ મૂળ પગાર અને અન્ય ભથ્થાં મળશે.
ડ્રાઇવર પદો: પે લેવલ-૨ મુજબ દર મહિને ₹૧૯,૯૦૦ મૂળ પગાર અને અન્ય ભથ્થાં મળવાપાત્ર રહેશે.
મહત્વની તારીખો:
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ (સાંજે ૫:૦૦ વાગ્યાથી)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૩ નવેમ્બર ૨૦૨૬ (રાત્રે ૧૧:૫૫ વાગ્યા સુધી)
અરજી ફી અને પરત (Refund) ની જોગવાઈ:
આ ભરતી માટે તમામ ઉમેદવારોએ શરૂઆતમાં ₹૫૦૦ અરજી ફી ભરવાની રહેશે. જો કે, નિયમો અનુસાર લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા ઉમેદવારોને ફી પરત (Refund) મળવાપાત્ર છે (જેમાં જનરલ/ઓબીસી/ઇડબલ્યુએસ માટે ₹૪૦૦ અને એસસી/એસટી/મહિના/દિવ્યાંગ/ભૂતપૂર્વ સૈનિકો માટે સંપૂર્ણ ફી પરત મળવાની જોગવાઈ છે).
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા / કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT), ટ્રેડ/ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ તથા દસ્તાવેજ ચકાસણી (Document Verification) ના આધારે કરવામાં આવશે.
ક્યાં અને કેવી રીતે અરજી કરવી?
ઇચ્છુક અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ ISRO ની સત્તાવાર વેબસાઇટ www.isro.gov.in અથવા ursc.gov.in પર જઈને 'Careers’ Sectionમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. કોઈપણ ઉમેદવારે છેલ્લી તારીખ એટલે કે ૧૩ નવેમ્બર ૨૦૨૬ પહેલાં જ પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
