તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને પ્રોસ્ટેટ કેન્સર: સફળ સારવાર: ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અફવાઓ રોકવા માટે બે મહિના સુધી બીમારીની વાત છુપાવી
૭૬ વર્ષીય નેતન્યાહુએ સત્તાવાર મેડિકલ રિપોર્ટ ટાંકીને જણાવ્યું કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને શારીરિક રીતે ઉત્તમ સ્થિતિમાં છે.

જેરુસલેમ: ઈઝરાયેલના ૭૬ વર્ષીય વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આજે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેમને પ્રારંભિક તબક્કાના પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયું હતું અને તેની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન દુશ્મન દેશોના ખોટા પ્રચારને રોકવા માટે તેમણે પોતાના વાર્ષિક મેડિકલ રિપોર્ટની જાહેરાતમાં બે મહિનાનો વિલંબ કર્યો હતો. હાલમાં તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
સત્રિતાવાર પોર્ટ્સ અનુસાર, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે તેઓ પ્રોસ્ટેટ કેન્સરની બીમારીમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા છે. અગાઉ ૨૯ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ તેમણે પ્રોસ્ટેટ સંબંધિત સામાન્ય સર્જરી કરાવી હતી. ત્યારબાદ થોડા મહિનાઓ પહેલા નિયમિત એમઆરઆઈ ચેકઅપ દરમિયાન તેમના પ્રોસ્ટેટમાં ૦.૯ સેન્ટીમીટર (૧ સેન્ટીમીટરથી પણ નાની) ગાંઠ જોવા મળી હતી. મેડિકલ તપાસમાં જાણવા મળ્યું કે આ પ્રારંભિક તબક્કાનું પ્રોસ્ટેટ કેન્સર છે અને તે શરીરમાં અન્ય કોઈ જગ્યાએ ફેલાયું નથી.
જેરુસલેમમાં આવેલા હદાસાહ મેડિકલ સેન્ટરના ડોક્ટરોએ તેમને માત્ર નિરીક્ષણ અથવા તાત્કાલિક સારવારના બે વિકલ્પો આપ્યા હતા. નેતન્યાહુએ વિલંબ કર્યા વિના ટાર્ગેટેડ રેડિયેશન થેરાપી લેવાનું પસંદ કર્યું હતું. થોડી જ ટૂંકી સારવાર બાદ આ કેન્સરનો ડાઘ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે.
૭૬ વર્ષીય નેતન્યાહુએ સત્તાવાર મેડિકલ રિપોર્ટ ટાંકીને જણાવ્યું કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને શારીરિક રીતે ઉત્તમ સ્થિતિમાં છે.
તેમણે પોતાના વાર્ષિક મેડિકલ રિપોર્ટની જાહેરાત જાણીજોઈને બે મહિના મોડી કરી હતી. આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, ઈરાન સાથે યુદ્ધ ચાલી રહ્યું હોવાથી તેઓ ઈરાની શાસનને ઈઝરાયેલ વિરુદ્ધ જૂઠો પ્રચાર કરવાની કોઈ તક આપવા માંગતા ન હતા. સારવાર દરમિયાન પણ તેમણે પુસ્તકો વાંચ્યા અને પોતાનું રાષ્ટ્રીય કામકાજ રાબેતા મુજબ ચાલુ રાખ્યું હતું.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
