તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Sunday, 11th October 2026
ઇઝરાયલના રાષ્ટ્રપતિએ ભારતીય કેપ્ટન સ્મિત માછરને ગણાવ્યા હીરો, સર્વોચ્ચ નાગરિક શૌર્ય પુરસ્કારથી કરાશે સન્માનિત
બહાદુરી અને વીરતા બદલ પત્ર લખી ઝડપી સ્વસ્થતાની પ્રાર્થના સાથે જેરુસલેમ મુલાકાતનું આપ્યું ભાવભર્યું નિમંત્રણ

જેરુસલેમ : ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે ભારતના કેપ્ટન સ્મિત માછરની અપ્રતિમ બહાદુરીની મુક્તકંઠે પ્રશંસા કરીને તેમને ભારત, ઇઝરાયલ અને સમગ્ર માનવતાના હીરો ગણાવ્યા છે. રાષ્ટ્રપતિ હર્ઝોગે કેપ્ટન માછરને એક ખાસ પત્ર મોકલીને તેમની વીરતા પ્રત્યે ઇઝરાયલ દેશનો આદર અને પ્રશંસા વ્યક્ત કરી છે. આ સાથે જ તેમણે કેપ્ટનને દેશના સર્વોચ્ચ નાગરિક શૌર્ય પુરસ્કાર, 'ઇઝરાયલી પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હેરોઇઝમ' થી સન્માનિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિ હર્ઝોગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આ અંગે સત્તાવાર પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી કે આ પત્ર કેપ્ટન માછરને ગયા સપ્તાહના અંતે મળી ગયો છે. પોતાના પત્રમાં તેમણે કેપ્ટન સ્મિત માછરની શાનદાર બહાદુરીને બિરદાવવાની સાથે તેમના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે ભાવભરી પ્રાર્થના પણ વ્યક્ત કરી છે. ઇઝરાયલી રાષ્ટ્રપતિના આ નિવેદને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય કેપ્ટનની વીરતાનો ડંકો વગાડ્યો છે.
રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે કેપ્ટન સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાની શક્તિ પાછી મેળવી લે તે પછી જેરુસલેમમાં તેમનું સ્વાગત કરવા તેઓ આતુર છે. તેમણે જણાવ્યું કે ઇઝરાયલી લોકો વતી કેપ્ટન માછરને રૂબરૂમાં આ સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવું તે તેમના માટે અત્યંત ગૌરવ અને સન્માનની વાત હશે. જોકે, રાષ્ટ્રપતિના આ સત્તાવાર નિવેદનમાં કેપ્ટન સ્મિત માછરની બહાદુરી સાથે સંકળાયેલી ચોક્કસ ઘટના અંગેની વિગતવાર માહિતી આપવાનું ટાળવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ હર્ઝોગનું આ નિવેદન ઇઝરાયલ અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો તેમજ ભારતીય વીરતા પ્રત્યેનો ઊંડોાદર દર્શાવે છે. હાલમાં કેપ્ટન સ્મિત માછર સારવાર હેઠળ છે અને તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે. કેપ્ટન સંપૂર્ણપણે સાજા થઈ જાય તે પછી આગામી દિવસોમાં જેરુસલેમ ખાતે યોજાનારા વિશેષ સત્તાવાર સમારંભમાં તેમને આ સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
