તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
ઉત્તરી ગાઝામાં ઈઝરાયેલી સેનાની અત્યંત સચોટ અને ઘાતક એરસ્ટ્રાઈક
બંધક ઓમર શેમ તોવને કેદ રાખનાર હમાસના ખતરનાક નુખબા આતંકીનો આઈડીએફ દ્વારા સફાયો

ઈસ્તંબુલ: ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ ઈઝરાયેલી સેનાનું ઓપરેશન યથાવત છે. 'ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ (આઈ ડી એફ)' અને 'ઈઝરાયેલ સિક્યુરિટી એજન્સી (આઇએસએ)' દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર સંયુક્ત નિવેદન મુજબ, શનિવારે ઉત્તરી ગાઝા પટ્ટીમાં એક અત્યંત સચોટ અને ગુપ્તચર માહિતી આધારિત ઘાતક એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી.
આ હુમલામાં હમાસના એક અત્યંત ખતરનાક 'નુખબા' આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે.
આ એ જ આતંકવાદી હતો જેણે ઈઝરાયેલી નાગરિક 'ઓમર શેમ તોવ' ને હમાસની કેદમાં ગોંધી રાખીને અત્યાચાર ગુજારવામાં સીધી રીતે ભાગ લીધો હતો. આ આતંકીના ખાતમાને આઈડીએફની મોટી સફળતા ગણવામાં આવી રહી છે.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
