<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

ગાઝા સરહદ નજીક જીપીએસ ઉપકરણ સાથેના શંકાસ્પદ ફુગ્ગા મળતાં ઇઝરાયલમાં ખળભળાટ : લશ્કરની તાત્કાલિક કાર્યવાહી, વિસ્ફોટકો નહીં મળ્યા, ગાઝામાંથી મોકલાયા હોવાની આશંકાએ તપાસ શરૂ

ગાઝા પટ્ટીને અડીને આવેલા ઇઝરાયલના એઇન હાશ્લોશા વિસ્તારમાં રહસ્યમય ફુગ્ગા મળી આવ્યા : જીપીએસ ઉપકરણનો હેતુ અકબંધ, સરહદી સુરક્ષા અંગે નવી ચિંતા

તેલ અવીવ  : ઇઝરાયલની ગાઝા સરહદ નજીક વાદળી અને ગુલાબી રંગના ફુગ્ગા સાથે શંકાસ્પદ જીપીએસ ઉપકરણ મળી આવતાં સુરક્ષા દળો દોડી ગયા હતા. તપાસમાં વિસ્ફોટકો નહીં મળતાં રાહત થઈ છે. જોકે ફુગ્ગા ગાઝામાંથી આવ્યા કે કેમ અને જીપીએસનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો તેની તપાસ ચાલુ છે.

 

ઇઝરાયલ અને ગાઝા પટ્ટી વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે સોમવારે ગાઝા સરહદને અડીને આવેલા એઇન હાશ્લોશા કિબુત્ઝ વિસ્તારમાં જીપીએસ ઉપકરણ જોડાયેલા શંકાસ્પદ ફુગ્ગા મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. 

 

ઇઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ ફુગ્ગા સાથે જીપીએસ ઉપકરણ જોડાયેલું હતું. આ ફુગ્ગા ગાઝા પટ્ટીમાંથી સરહદ પાર કરીને ઇઝરાયલમાં પહોંચ્યા હતા કે કેમ તેની તપાસ ચાલી રહી છે. ઉપકરણનો ચોક્કસ હેતુ હજુ જાણી શકાયો નથી.

 

અહેવાલોમાં જણાવાયું છે કે લગભગ ત્રણ મહિનાની શાંતિ બાદ ફરી ફુગ્ગા મળતાં અગાઉની ઘટનાઓની યાદ તાજી થઈ છે. ગત ઓગસ્ટમાં પણ ગાઝા તરફથી આવ્યા હોવાની આશંકાવાળા કેટલાક પતંગ મળી આવ્યા હતા. જોકે હાલના ફુગ્ગા કોઈ આતંકવાદી સંગઠને મોકલ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અને હેતુ હજુ તપાસ હેઠળ છે.

(6:48 PM IST)