તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
હમાસના હુમલા પછી ઇઝરાયલે ૧ લાખ ઠેકાણાઓ પર કર્યો હુમલોઃ યુદ્ધના ત્રણ વર્ષ પર સેનાએ જાહેર કર્યા ચોંકાવનારા આંકડા
ગાઝાથી લઈને લેબનોન અને ઈરાન સુધી વિનાશક કાર્યવાહીઃ ત્રણ વર્ષના સંઘર્ષમાં ૨૪,૦૦૦થી વધુ હમાસ લડવૈયાઓ ઠાર થયા હોવાનો ઇઝરાયલી સેનાનો દાવો

તેલ અવીવ, તા.૭: હમાસના હુમલા અને ત્યારબાદના યુદ્ધના ત્રણ વર્ષ પૂરા થવા પર ઇઝરાયલી સૈન્યએ ગાઝા, લેબનોન, સીરિયા, ઈરાન અને યમન સહિતના મોરચાઓ પર થયેલી કાર્યવાહીના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. હમાસના પ્રારંભિક હુમલામાં ૧,૨૦૦ ઇઝરાયલીઓ માર્યા ગયા હતા અને ૨૫૧ બંધકો બનાવાયા હતા, જેના જવાબમાં ઇઝરાયલે છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે ૧,૦૦,૦૦૦ લક્ષ્યો પર હુમલા કર્યા છે. આ કાર્યવાહીમાં ગાઝામાં ૬૫,૦૦૦, લેબનોન-સીરિયામાં ૨૮,૦૦૦, ઈરાનમાં ૪,૫૦- અને યમનમાં ૮૦ સ્થળોને નિશાન બનાવાયા હતા.
ઇઝરાયલી સૈન્યના દાવા મુજબ, યુદ્ધ દરમિયાન ગાઝામાં ૨૪,૦૦૦થી વધુ હમાસ લડવૈયાઓ અને ઇઝરાયલની અંદર ૧,૬૦૦ લડવૈયાઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, જેમાં હમાસની લશ્કરી પાંખના શીર્ષ નેતાઓ અને કમાન્ડરો પણ સામેલ છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૭૪,૨૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ઓક્ટોબર ૨૦૨૫ના ગાઝા યુદ્ધવિરામ, એપ્રિલમાં ઈરાન સાથેના વિરામ અને જૂનમાં લેબનોન સાથેના કરાર બાદ હાલ લડાઈમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જોકે ઇઝરાયલે પટ્ટી પર પોતાનું નિયંત્રણ વધારીને ૬૩ ટકા કરી દીધું છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
