તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ISISના સેકન્ડ-ઇન-કમાન્ડ અબુ બિલાલ અલ-મિનુકી નાઇજીરીયામાં અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં ઠાર, આતંકી સંગઠનને મોટો ફટકો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આપી જાણકારી, નાઇજીરીયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન દરમિયાન કાર્યવાહી, અલ-મિનુકી ISISના ઓપરેશન અને ફંડિંગનો મુખ્ય સૂત્રધાર હતો

નાઇજીરીયા, તા. 16 : આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના સેકન્ડ-ઇન-કમાન્ડ અને મુખ્ય ઓપરેશનલ કમાન્ડર અબુ બિલાલ અલ-મિનુકીને નાઇજીરીયામાં ઠાર મારવામાં આવ્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમેરિકી સ્પેશિયલ ફોર્સ દ્વારા નાઇજીરીયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન અલ-મિનુકી અને તેના 4 સાથીદારોને ઠાર મારવામાં આવ્યા છે. અલ-મિનુકી છેલ્લા ઘણા વર્ષોથી આફ્રિકામાં ISISની પ્રવૃત્તિઓનો મુખ્ય સૂત્રધાર હતો.
અબુ બિલાલ અલ-મિનુકી ISISના વડા પછી સંગઠનમાં બીજા નંબરનો કમાન્ડર માનવામાં આવતો હતો. તે સંગઠનના વિદેશી ઓપરેશન, ભરતી અને ફંડિંગ નેટવર્કનું સંચાલન કરતો હતો. નાઇજીરીયા, ચાડ, નાઇજર અને કેમરૂનમાં ISIS સાથે જોડાયેલા બોકો હરામ અને ISWAP જેવા સંગઠનોને તે સીધી સૂચનાઓ આપતો હતો.
અમેરિકી સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ અલ-મિનુકીના ખાત્મા સાથે આફ્રિકામાં ISISના નેટવર્કને મોટો ફટકો પડશે. છેલ્લા બે વર્ષમાં આફ્રિકામાં ISISની ગતિવિધિઓ વધી હતી અને અનેક આતંકી હુમલાઓમાં તેની ભૂમિકા સામે આવી હતી. અલ-મિનુકી 2019થી અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં હતો અને તેના પર 5 મિલિયન ડોલરનું ઈનામ જાહેર હતું.
નાઇજીરીયન સરકારે પણ આ કાર્યવાહીને સમર્થન આપ્યું છે. સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં આ એક મોટી સફળતા છે. હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે અને અલ-મિનુકીના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આતંકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
