<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ઇરાન- અમેરિકા વચ્‍ચે હાલ યુધ્‍ધ વિરામ?!

ઇરાનની ટોપ નેતાગીરીને અમેરિકા પ્રવેશ માટે વીઝા આપવા અને યુએસમાં મિડ ટર્મ ઇલેકશન, આ બે બાબતો યુધ્‍ધ વિરામની સંભાવના વધારે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૧: સંયુકત રાષ્‍ટ્ર સંઘની બેઠક અમેરિકામાં શરૂ થઇ રહી છે જે આગામી ૨૮ તારીખ સુધી ચાલનાર છે ત્‍યારે ઇરાનને પણ તેમાં આમંત્રણ મળ્‍યુ છે. આヘર્ય એ છે કે અમેરિકા દ્વારા ઇરાનના રાષ્‍ટ્રપતિ અને વિદેશમંત્રીને અમેરિકા પ્રવેશ માટે વિઝા પણ આપી દીધા છે. ટ્રમ્‍પ ત્રણેક દિવસ પહેલા કહી ચુકયા છે કે ઇરાન સાથે વાતચીત થઇ રહી છે. તે સામો ઇરાન દ્વારા સ્‍પષ્‍ટતા થઇ હતી કે, જયાં સુધી હોર્મુઝમાં અમેરિકી નાકાબંધી છે એ સહિત અન્‍ય મુદાઓ સાથે કુલ સાત મુદાઓ જયાં સુધી સોલ્‍વ ન થાય ત્‍યાં સુધી ઇરાન અમેરિકા વાતચીત શકય નથી. જો કે હવે ઇરાની ટોપ નેતાગીરીનું વાતચીત માટે હાલ બદલાયેલુ પોઝીટીવ વલણ, અમેરિકામાં યુએન જનરલ એસેમ્‍બલીને એટેન્‍ડ કરવા ઇરાનની ટોપ લીડરશીપનું તૈયાર હોવુ ઉપરાંત અમેરિકામાં મિડ ટર્મ ઇલેકશન પણ સમીપ છે. આ બે બાબતોને લઇને એવુ જરૂર કહી શકાશે કે, હાલ પુરતુ ઇરાન- અમેરિકા વચ્‍ચે વાતચીતનો દોૈર શરૂ થઇ શકે છે અને હાલ પુરતુ યુધ્‍ધ વિરામ પણ સંભવ બની શકે છે.યુધ્‍ધ વિશેષજ્ઞ અમરેશ મિશ્રા તેઓના વોર એનાલીસીસમાં ભીતિ દર્શાવે છે કે, અમેરિકા સ્‍થિત સંયુકત રાષ્‍ટ્રસંઘની બેઠક દરમ્‍યાન ઇરાનના નેતા પેજેસ્‍કીયાન અને અરાઘચીની ધરપકડ થઇ શકે છે. જો કે આ અમરેશ મિશ્રાનું અંગત મંતવ્‍ય છે

(11:36 AM IST)