તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
'શું સિયાનું કોઈ અફેર છે?': મંગેતરના કારસા પર લોહાગઢ કિલ્લાની ખીણમાં ધકેલાતા પહેલાં રિયલ્ટર કેતનને હતી શંકા; પિતાએ FIR માં કર્યા ચોંકાવનારા ખુલાસા!
બાલીની પ્રી-વેડિંગ ટ્રીપ કેન્સલ થવાથી લઈને ૧૪ જૂને 'સાપ'ના બહાને ધક્કો મારવાના પ્રથમ નિષ્ફળ પ્રયાસ સુધી; ૨૬ વર્ષીય યુવકની કથિત હત્યા પાછળ મંગેતર અને તેના પ્રેમીનું ભયાનક કાવતરું

પુણે : મહારાષ્ટ્રના પુણેમાં અરેરાટી ફેલાવનાર રિયલ્ટર કેતન અગ્રવાલ હત્યા કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. લોહાગઢ કિલ્લા પરથી કથિત રીતે ધક્કો મારીને મોતને ઘાટ ઉતારવામાં આવેલા ૨૬ વર્ષીય કેતન અગ્રવાલે મૃત્યુના થોડા દિવસો પહેલાં જ પોતાની મંગેતર સિયા ગોયલના ચરિત્ર અને વર્તન પર ગંભીર શંકા વ્યક્ત કરી હતી. કેતનના પિતા વિશાલ અગ્રવાલ દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆર (FIR) મુજબ, કેતનને શંકા હતી કે સિયાનો તેના મિત્ર ચેતન ચૌધરી સાથે પ્રેમ સંબંધ (અફેર) ચાલી રહ્યો છે અને તે લગ્ન પહેલાંથી જ તેને સતત માનસિક ટોર્ચર કરી રહી હતી.
"લગ્ન નક્કી કરતાં પહેલાં છોકરીનું બેકગ્રાઉન્ડ ચેક કર્યું હતું કે નહીં?"
FIR ના વિગતો અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં પુણેના બુંદ ગાર્ડન ખાતે કેતન અને સિયાની સગાઈ થઈ હતી. આ સંબંધ અગ્રવાલ પરિવારના એક સંબંધી નરેન્દ્ર મિત્તલના માધ્યમથી નક્કી થયો હોવાથી પરિવારે કોઈ ઊંડી તપાસ કરી નહોતી. પરંતુ સગાઈના થોડા જ સમય બાદ સિયાએ નાની-નાની બાબતોમાં કેતન સાથે ઝઘડા શરૂ કર્યા હતા. કેતને તેના પિતાને ઘણીવાર પૂછ્યું હતું કે, "શું તમે લગ્ન નક્કી કરતાં પહેલાં સિયાની પૃષ્ઠભૂમિ (બેકગ્રાઉન્ડ) યોગ્ય રીતે ચકાસી હતી? જ્યારે પણ હું તેને ફોન કરું ત્યારે તેનો ફોન વ્યસ્ત આવતો હોય છે અને તે વારંવાર ચેતન નામના યુવકનો ઉલ્લેખ કરે છે."
૧૪ જૂને સાપનું બહાનું કાઢીને ધક્કો મારવાનો પ્રથમ પ્રયાસ!
પોલીસ તપાસમાં જે સૌથી ભયાનક બાબત સામે આવી છે તે મુજબ, ૧૮ જૂનના રોજ થયેલી હત્યાના બરાબર ચાર દિવસ પહેલાં એટલે કે ૧૪ જૂને પણ સિયા કેતનને લોહાગઢ કિલ્લાના એ જ લોકેશન પર લઈ ગઈ હતી.
પોલીસે જણાવ્યું કે, તે દિવસે પણ સિયાએ કેતનને ખડક પરથી નીચે ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેતને સમયસૂચકતા વાપરીને ત્યાં ઉગેલી ઝાડીઓ પકડી લીધી અને તેનો જીવ બચી ગયો. જ્યારે કેતને આ અંગે પૂછ્યું, ત્યારે સિયાએ 'ત્યાં સાપ હતો અને હું તને બચાવવાનો પ્રયાસ કરતી હતી' તેવું ખોટું નાટક કરીને મામલો થાળે પાડી દીધો હતો. આ ઘટનાથી ગભરાયેલા કેતને ઘરે આવીને ફરી પિતા સાથે વાત કરી હતી, પણ પરિવારે સિયા નાની હોવાનું સમજીને વાત ટાળી દીધી હતી.
બાલીની પ્રી-વેડિંગ ટ્રીપ કેન્સલ થતાં રચાયું મર્ડર પ્લાનિંગ
પોલીસના જણાવ્યા અનુસાર, ૬ જૂને આ બંનેની ઇન્ડોનેશિયાના બાલી ખાતે યોજાનારી પ્રી-વેડિંગ ટ્રીપ કોઈ કારણોસર રદ થઈ હતી, ત્યાર બાદ સિયા અને તેના કથિત બોયફ્રેન્ડ ચેતને કેતનને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. ૧૭ જૂનની રાત્રે ૧૧ વાગ્યે સિયાએ ફરીથી વોટ્સએપ કોલ કરીને કેતનને લોહાગઢ કિલ્લા પર આવવા દબાણ કર્યું. કેતનની માતા રાખીએ ત્યાં જવાની ના પાડી હોવા છતાં, સિયાએ જીદ પકડી રાખી અને આગલા દિવસે સવારે કેતનને ત્યાં બોલાવી લીધો.
અકસ્માત નહીં, સુનિયોજિત હત્યા: ૩ જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ
૧૮ જૂનના રોજ સવારે ૧૦.૪૫ વાગ્યે સિયાની માતાએ કેતનના પરિવારને ફોન કરીને જણાવ્યું કે કેતન કિલ્લા પરથી નીચે પડી ગયો છે. હોસ્પિટલ પહોંચતા સુધીમાં કેતનને મૃત જાહેર કરાયો હતો. શરૂઆતમાં આને અકસ્માત ગણાવવામાં આવી રહ્યો હતો, પરંતુ ૨૧ જૂને જ્યારે કેતનના પિતા અને કાકાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી ત્યારે તેમને સમજાયું કે તે જગ્યા એટલી ખતરનાક છે કે કોઈ વ્યક્તિ ત્યાં આકસ્મિક રીતે પડી જ ન શકે.
પરિવારની શંકાના આધારે પોલીસે કડક પૂછપરછ કરતાં સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું. સિયા ગોયલ (૨૦ વર્ષ) અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ મળીને કેતનને ખીણમાં ધકેલ્યો હોવાનું સામે આવતા બંનેની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટે તેમને ૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
