<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

શું લોરેન્સ બિશ્નોઈ પરિણીત છે? પોતાને ગેંગસ્ટરની પત્ની ગણાવતી મહિલાની શામલી પોલીસે કરી ધરપકડ

અજમેર રોડ પરથી બિંદુ દેવીની ધડપકડ: યુટ્યુબરને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ : હાથ પર લોરેન્સના નામનું ટેટૂ ત્રાજવેલું માલૂમ પડ્યું શામલી

નવી દિલ્હી :  કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાને લોરેન્સ બિશ્નોઈની પત્ની ગણાવતી અને એક યુટ્યુબરને જાનથી મારી નાખવાની ધમકી આપનાર મહિલા બિંદુ દેવીની શામલી પોલીસે રાજસ્થાનના અજમેર રોડ પરથી ધરપકડ કરી છે. આ કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ પરિણીત છે કે નહીં તે અંગે અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.


મળતી વિગતો મુજબ, હરિયાણવી ગાયક અંકિત બાલિયાનની હત્યા બાદ એક યુટ્યુબરે લોરેન્સ બિશ્નોઈ અને ગોગી ગેંગને લઈને એક વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો પર પ્રતિક્રિયા આપતા બિંદુ દેવીએ ખુલ્લેઆમ યુટ્યુબરને ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે જો કોઈ લોરેન્સ બિશ્નોઈ વિશે ખરાબ બોલશે કે ટિપ્પણી કરશે તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે.

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી મહિલાના હાથ પર લોરેન્સ બિશ્નોઈના નામનું ટેટૂ પણ ત્રાજવેલું છે. વધુમાં જાણવા મળ્યું છે કે બિંદુ દેવી આશરે આઠ વર્ષ પહેલાં પોતાના પતિથી અલગ થઈ ગઈ હતી.


નોંધનીય છે કે 2015માં 23 વર્ષની ઉંમરે ધરપકડ કરાયેલ લોરેન્સ બિશ્નોઈ છેલ્લા 11 વર્ષથી જેલના સળિયા પાછળ છે અને હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. ત્યારે મહિલા દ્વારા કરવામાં આવેલા દાવા બાદ શામલી પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસ આ ધમકી પાછળનું સાચું કારણ, સોશિયલ મીડિયાની પ્રવૃત્તિઓ તેમજ લોરેન્સ બિશ્નોઈ સાથે મહિલાનો ખરેખર શું સંબંધ છે તે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

(10:23 PM IST)