<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ખરેખર મુછાળું બાળક જન્મ્યું કે AIની કમાલ છે?

સોશ્યલ મીડિયામાં આજકાલ એક નવજાત બાળક મૂછ સાથે જન્મ્યું હોય એવો દાવો કરતો વિડિયો વાઇરલ

નવી દિલ્હી,તા.૨૭: સોશ્યલ મીડિયામાં આજકાલ એક નવજાત બાળક મૂછ સાથે જન્મ્યું હોય એવો દાવો કરતો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં બાળક હોસ્પિટલના રૃમમાં બ્લુ રંગની ચાદર પર સૂતેલું છે. બાળકને બ્લેન્કેટમાં લપેટેલું છે. તેના માથે કાળા ભમ્મર વાળ છે અને તે આંખો ખોલ-બંધ કરીને જુએ છે. સૌથી નવાઈ પમાડે એવી વાત છે હોઠની ઉપર એકદમ સિમેટ્રિકલ દેખાતી મૂછો. આ બાળક કયાં જન્મ્યું છે અને આ વિડિયો કયારે લેવાયો છે એની કોઈ સ્પષ્ટતા નથી મળતી, પરંતુ નીનેમેરાત નામના અકાઉન્ટ પરથી પોસ્ટ થયેલો આ વિડિયો ખૂબ જ વાઇરલ થયો છે. મૂછવાળા બાળકને કારણે એ ચર્ચામાં છે. કોઈ બાળક માથે ઘેરા વાળ સાથે જન્મે એવું તો ઘણી વાર બન્યું છે, પરંતુ મૂછ સાથે જન્મે એવું લગભગ અશકય છે. એ જ કારણોસર આ વિડિયો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની કરામત હોવાની સંભાવના ઊજળી છે.

(10:20 AM IST)