<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

ભારતીય જહાજો પર ફાયરિંગ અને ઈરાનનો પ્રતિસાદ

ભારતે સ્પષ્ટ કર્યું છે કે જહાજો અને નાવિકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં

તહેરાન: હોર્મુઝ સ્ટ્રેટમાં *જગ અર્ણવ'* અને *'સનમાર હેરાલ્ડ'* નામના બે ભારતીય ટેન્કરો પર ફાયરિંગ કરવામાં આવ્યું, જેનાથી રાજદ્વારી તણાવ સર્જાયો છે.

ભારતના વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂતને સમન્સ પાઠવીને આ ઘટના સામે કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જહાજો અને નાવિકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

 ઈરાનનું 'ડેમેજ કંટ્રોલ': હૈદરાબાદમાં ઈરાનના પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ આ ઘટના અંગે અજાણ હોવાનો દાવો કર્યો છે. તેમણે પરિસ્થિતિ થાળે પાડવા માટે ભારત અને ઈરાન વચ્ચેના ૫ હજાર વર્ષ જૂના સંબંધોનો હવાલો આપ્યો છે.

ઈરાને જણાવ્યું છે કે તેઓ યુદ્ધ નહીં પણ શાંતિ ઈચ્છે છે અને હોર્મુઝ માર્ગ ભારત માટે ફાયદાકારક રહ્યો છે. તેઓ આ વિવાદનો જલ્દી ઉકેલ લાવવા માટે આશાવાદી છે.

(10:20 AM IST)