<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ઈરાનની નવી રણનીતિ અમેરિકાના પાયા હચમચાવી દેશે : અમેરિકા સામે નવા હુમલા બાદ ઈરાનની મોટી ચેતવણી

ઈરાની સેનાએ જોર્ડન, યુએઈ, કુવૈત, બહેરીન અને ઈરાક તથા કુર્દિસ્તાન વિસ્તારોમાં અમેરિકન ઠેકાણાંઓને નિશાન બનાવ્યા

ઈરાને અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષમાં નવી રણનીતિ અપનાવવાની ચેતવણી આપી છે. આ નિવેદન મધ્ય પૂર્વમાં અમેરિકન ઠેકાણાં પર ઈરાનનાં તાજેતરનાં હુમલા અને ઈરાની ઠેકાણાંઓ પર અમેરિકન સૈન્યની કાર્યવાહી બાદ સામે આવ્યું છે. બંને દેશો વચ્ચે વધી રહેલ સૈન્ય તણાવે કૂટનીતિક સમાધાનનાં પ્રયાસને વધુ મુશ્કેલ બનાવ્યા છે. 

ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલનાં સેક્રેટરી મોહસિન રેઝાઈ એ બુધવારે ચેતવણી આપતા લખ્યું કે,‘તમે ટૂંકસમયમાં જોશો કે યુદ્ધના મેદાન, કૂટનીતિ અને આર્થિક નાકાબંદીનો સામનો કરી રહેલ ઈરાનની નવી રણનીતિ અમેરિકાના પાયા હચમચાવી દેશે.’ ઈરાની સેનાએ જોર્ડન, યુએઈ, કુવૈત, બહેરીન અને ઈરાક તથા કુર્દિસ્તાન વિસ્તારોમાં અમેરિકન ઠેકાણાંઓને નિશાન બનાવ્યા હતા. હાલના અમેરિકન સૈન્ય અભિયાનમાં ઈરાનનાં 18 લોકોનાં મોત થયા હતા. 

ઈરાનનાં ટોચના નેતા મોહમ્મદ બાઘેર ગાલિબાફે પણ અમેરિકન અભિયાનોની નિંદા કરી હતી. તેમણે એક પોસ્ટમાં અમેરિકાને શૈતાન ગણાવ્યું હતું અને ગંભીર પરિણામ ભોગવવાની વાત કહી હતી. તેમણે કહ્યું કે- જો કોઈ શૈતાનની જેમ કામ કરે અને લોકોને નિશાન બનાવે તો તે પણ શૈતાન જ છે.

(1:25 AM IST)