તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
લંડનમાં ઈરાનનું 'ડેથ મિશન': પશ્ચિમી દેશોમાં આત્મઘાતી હુમલાનો ફફડાટ: તેલના ભાવ ભડકે બળ્યા
અમેરિકા-ઈરાન યુદ્ધના 60મા દિવસે લંડન સ્થિત ઈરાની દૂતાવાસે 'જાન ફિદા' અભિયાન હેઠળ આત્મઘાતી દસ્તો તૈયાર કરવાની જાહેરાત કરતા વૈશ્વિક સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના બે મહિના પૂર્ણ થતા જ સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. લંડનમાં ઈરાની દૂતાવાસે બ્રિટિશ ધરતી પરથી જ ખુલ્લેઆમ 'શહીદ' બનવા માટે ઈરાની નાગરિકોને આમંત્રણ આપી 'જાન ફિદા' મિશન શરૂ કર્યું છે. આ આત્મઘાતી ભરતી અભિયાનને કારણે અમેરિકા અને યુકેમાં ભારે ગભરાટ ફેલાયો છે. સુરક્ષા નિષ્ણાતો તેને પશ્ચિમી દેશોમાં 'સ્લીપર સેલ્સ' સક્રિય કરી મોટા હુમલા કરવાની ઈરાની રણનીતિ ગણાવી રહ્યા છે.
આ લશ્કરી તણાવની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી છે. ઈરાને હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાની ધમકી આપતા અમેરિકામાં પેટ્રોલ અને ગેસોલિનના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે, જેનાથી સામાન્ય જનતામાં રોષ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈરાન તેલનો પુરવઠો રોકશે, તો અમેરિકા તેના ઉર્જા મથકો અને પુલોને નેસ્તનાબૂદ કરી દેશે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામના પ્રયાસો હવે નિષ્ફળ જઈ રહ્યા હોય તેમ જણાય છે.
સંયુક્ત રાષ્ટ્રમાં પણ બંને દેશો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. અમેરિકાએ પરમાણુ સમિતિમાં ઈરાનની વરણીને 'શરમજનક' ગણાવી તેનો સખત વિરોધ કર્યો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર પર હવે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સને આતંકવાદી સંગઠન જાહેર કરવા માટે દબાણ વધી રહ્યું છે. 60 દિવસના આ મહાયુદ્ધે દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે લાવીને ઉભી કરી દીધી છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
