તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ઈરાનનો ટ્રમ્પને પડકાર: "યુદ્ધના શોખીન નથી, પણ ઝૂકવું અમારો સ્વભાવ નથી"
પાકિસ્તાનમાં ૨૧ કલાકની મેરેથોન શાંતિ મંત્રણાઓ નિષ્ફળ ગયા બાદ ટ્રમ્પે ઈરાની બંદરોની નાકાબંધી કરી: તેહરાને વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવા માટે આર્થિક પ્રતિબંધો હટાવવાની આકરી શરત મૂકી

તેહરાન: ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ સામે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન ક્યારેય શરણાગતિ સ્વીકારશે નહીં. પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ ચાલેલી ૨૧ કલાકની લાંબી મંત્રણાઓ કોઈ પણ નિષ્કર્ષ વગર સમાપ્ત થઈ છે. યુએસ પ્રતિનિધિ જે.ડી. વાન્સ અને ઈરાની નેતાઓ વચ્ચેની આ બેઠક નિષ્ફળ જતા વૈશ્વિક બજારમાં ચિંતાના વાદળો છવાયા છે.
મંત્રણા તૂટ્યા બાદ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવી હોર્મુઝ સ્ટ્રેટ સહિતના તમામ ઈરાની બંદરોની નાકાબંધી જાહેર કરી દીધી છે. ટ્રમ્પની "પરિણામ ભોગવવા"ની ધમકી સામે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા ગેરકાયદેસર નાકાબંધી નહીં હટાવે ત્યાં સુધી કોઈ પણ વાટાઘાટો શક્ય નથી. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ શાંતિ ઈચ્છે છે, પરંતુ આત્મસન્માનના ભોગે નહીં.
હાલમાં ઈસ્લામાબાદમાં બીજા રાઉન્ડની વાતચીત થવાની અટકળો તેજ બની છે. જોકે, ઈરાને તેની શરતો પર મક્કમ રહીને અમેરિકાને વિચારવા મજબૂર કર્યું છે. આ ભૌગોલિક-રાજકીય સંઘર્ષ હવે તેલના ભાવો અને મધ્ય પૂર્વની સ્થિરતા પર મોટી અસર કરી શકે તેમ છે. બંને દેશો વચ્ચેની આ 'ઈગો વોર' વિશ્વને નવા યુદ્ધ તરફ ધકેલી રહી હોય તેવું જણાય છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
