તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Sunday, 24th May 2026
ઇરાનનો મોટો અને ખોફનાક બદલો, અમેરિકા-ઇઝરાયેલના મોસ્ટ વોન્ટેડ જાસૂસને સરેઆમ ફાંસીના માચે લટકાવી દેવાતાં મધ્ય પૂર્વના દેશોમાં ભારે સનસનાટી મચી ગઈ
યુદ્ધની આડમાં દેશના અતિ ગુપ્ત સંરક્ષણ ઉદ્યોગનો સંવેદનશીલ ડેટા દુશ્મન દેશોને મોકલવાનો સણસણતો આક્ષેપ: ન્યાયતંત્રએ જાસૂસની કટોકટી વચ્ચે દયા અરજી પણ ફગાવી દીધી

દુબઈ: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયાનક મહાયુદ્ધ અને ભારે તણાવની વચ્ચે ઇરાનમાંથી એક અત્યંત ચોંકાવનારા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમી દેશો અને ઇઝરાયેલ સામે સૈન્ય મોરચે લડી રહેલા ઇરાને પોતાના જ દેશના એક નાગરિક પર દુશ્મન દેશો માટે જાસૂસી કરવાનો ગંભીર ગુનો સાબિત થતાં તેને ફાંસીની આકરી સજા આપી દીધી છે. ઇરાની ન્યાયતંત્રની સત્તાવાર ન્યૂઝ એજન્સી 'મિઝાન' દ્વારા રવિવારે સવારે જારી કરવામાં આવેલા સત્તાવાર અહેવાલ મુજબ, આ વ્યક્તિ યુદ્ધના આ અત્યંત નાજુક અને સંવેદનશીલ સમયગાળા દરમિયાન અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએ (CIA) અને ઇઝરાયેલની મોસાદ (Mossad) ને દેશની સૈન્ય નૌકાદળ તથા વ્યૂહાત્મક ગતિવિધિઓની અત્યંત ગુપ્ત માહિતીઓ મોકલી રહ્યો હતો.
સ્થાનિક ન્યાયતંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી વિગતો અનુસાર, ફાંસીના માચે લટકાવી દેવાયેલા આ હાઈ-પ્રોફાઈલ જાસૂસની ઓળખ મોજતબા કિયાન તરીકે કરવામાં આવી છે. આરોપી મોજતબા કિયાન લાંબા સમયથી ઇરાનના અતિ મહત્વના અને ગુપ્ત ગણાતા સંરક્ષણ ઉદ્યોગ (Defense Industry) ની ફેક્ટરીઓ, મિસાઇલ પ્રોગ્રામ અને પરમાણુ મથકો સાથે જોડાયેલો મહત્વપૂર્ણ ડિજિટલ ડેટા ચોરી કરીને લિંક્સ મારફતે 'દુશ્મન દેશો' ના સૈન્ય વડાઓ સુધી પહોંચાડવાનું મોટું નેટવર્ક ચલાવતો હતો. ઇરાની સેના અને સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તેના ઠેકાણા પર દરોડા પાડી ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સાથે તેની ધરપકડ કરી હતી, જેના પર સ્પેશિયલ કોર્ટમાં દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો હતો.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, અમેરિકા સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો અને હોર્મુઝ સ્ટ્રેટની કટોકટી વચ્ચે ઇરાન દ્વારા લેવાયેલો આ કડક આંતરિક નિર્ણય વિશ્વભરની સિક્યોરિટી એજન્સીઓ માટે ચર્ચાનો વિષય બન્યો છે. યુદ્ધ દરમિયાન દેશની સાર્વભૌમત્વ અને લશ્કરી તાકાતને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક સંદેશ આપવા માટે જ ઇરાની સરકારે આ ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવીને મોજતબાને ફાંસી આપી હોવાનું સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે. આ ઘટના બાદ ઇરાની વહીવટી તંત્ર દ્વારા દેશભરમાં અને ખાસ કરીને સંરક્ષણ મથકોની આસપાસ સુરક્ષા ચક્ર અત્યંત મજબૂત કરી દેવામાં આવ્યું છે અને અન્ય શંકાસ્પદ દેશદ્રોહીઓ પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
