તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ઈરાની પત્રકારે નેશનલ ટેલિવિઝન પર પાકિસ્તાનને ગણાવ્યું નાપાકઃ PM મોદી જ રિયલ કિંગ
નવી દિલ્હીમાં ઈરાની પત્રકાર એવું નિવેદન આપ્યું કે સીધા ઈસ્લામાબાદ સુધી મરચા લાગ્યા : મિસ્ટર મુનીર, યુ આર ફાયર્ડઃ પાકિસ્તાન વૈશ્વિક શાંતિ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સુરક્ષા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું

નવી દિલ્હી તા.૧૪: મિડલ ઈસ્ટથી લઈને બ્રિક્સ સુધીનું સમગ્ર ચિત્ર હવે બદલતું જોવા મળી રહ્યું છે. નવી દિલ્હી શિખર સંમેલનમાં ઈરાની પત્રકાર બસીમ લાલેહ એ ન્યૂઝ એજન્સી ખ્ફત્ને એવું નિવેદન આપ્યું કે સીધા ઈસ્લામાબાદ સુધી મર્ચા લાગ્યા છે. તેમણે કોઈ પણ ખચકાટ વિના પાકિસ્તાની સેનાના વડાને નેશનલ ટેલિવિઝન પર ઘેરતા કહી દીધું કે, ‘‘મિસ્ટર મુનીર, યુ આર ફાયર્ડ.'' પાકિસ્તાન જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને વૈશ્વિક શાંતિનો મસીહા બનવાનું નાટક કરતું હતું, તેની પોલ સંપૂર્ણપણે ખુલ્લી પડી ગઈ છે. ઈરાનથી લઈને અબુ ધાબી સુધી બધા સમજી ચૂક્યા છે કે પાકિસ્તાન માત્ર વાતો કરે છે અને અસલી રમત બદલનાર આપણા PM મોદી છે. બ્રિક્સની આગેવાની અને ભારતનું વ્યૂહાત્મક વર્ચસ્વ જોઈને દુનિયા માની ચૂકી છે કે હવે શાંતિ અને સુરક્ષાનું નિયંત્રણ ભારતના હાથમાં છે. પાકિસ્તાન સંપૂર્ણપણે આ ચેપ્ટરમાંથી બહાર થઈ ગયું છે.
પાકિસ્તાનની હંમેશાંથી એવી વ્યૂહરચના રહી છે કે તે મધ્ય પૂર્વ, ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ખાડી ક્ષેત્રમાં પોતાને સુરક્ષા પૂરી પાડતા ભાગીદાર તરીકે રજૂ કરે, પરંતુ ઈરાની પત્રકારના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન વૈશ્વિક શાંતિ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સુરક્ષા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. આસિમ મુનીરની નીતિઓને ખાડી દેશો અને ઈરાન હવે અસ્થિરતાનું કારણ માને છે. યુ આર ફાયર્ડનો સીધો અર્થ એ છે કે મધ્ય પૂર્વના મુખ્ય દેશોએ હવે પાકિસ્તાનના પોકળ વચનો અને સૈન્ય હસ્તક્ષેપને સંપૂર્ણપણે નકારી દીધા છે. પાકિસ્તાનનું ન તો અર્થવ્યવસ્થા પર નિયંત્રણ છે અને ન તો તે પ્રાદેશિક શાંતિમાં કોઈ યોગદાન આપવાની સ્થિતિમાં છે.
ઈરાન-અબુ ધાબી-ભારતનું નવું ત્રિકોણઃ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ વચ્ચેની તાજેતરની વાતચીત દર્શાવે છે કે મધ્ય પૂર્વમાં હવે નવી કૂટનીતિક વ્યવસ્થા બની રહી છે. આ વ્યવસ્થામાં પાકિસ્તાનનું કોઈ સ્થાન નથી, જ્યારે ભારત એક વિશ્વસનીય અને મજબૂત શક્તિ તરીકે કેન્દ્રમાં છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને વૈશ્વિક વેપારઃ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ તેલ અને વેપાર માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સુરક્ષા માટે હવે ખાડી દેશો અને ઈરાન ભારતના પ્રભાવ અને PM મોદીના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
BRICSમાં ભારતનું વર્ચસ્વઃ BRICSની અધ્યક્ષતા અને ભારતીય નેતૃત્વને કારણે વૈશ્વિક મંચ પર ભારતની વાતને ગંભીરતાથી સાંભળવામાં આવી રહી છે. ભારતે પોતાની તટસ્થ, શાંતિપૂર્ણ અને આર્થિક રીતે મજબૂત છબીથી પાકિસ્તાનના એ દરેક દાવાને ધ્વસ્ત કરી દીધા છે, જેમાં તે પોતાને મુસ્લિમ દેશોનો મસીહા તરીકે રજૂ કરતું હતું.
૨ મહિનામાં યુદ્ધનો અંત? શાંતિનું નવું ભારતીય મોડલ પત્રકારે વધુ એક મોટો દાવો કર્યો કે આવનારા ૨ મહિનામાં પ્રાદેશિક તણાવ અને યુદ્ધના વાદળો હટી જશે. આ શાંતિ પ્રક્રિયા પાછળ ભારતની કૂટનીતિ અને ભ્પ્ નરેન્દ્ર મોદીનો પ્રભાવ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે. જ્યાં પાકિસ્તાન આતંકવાદ, અસ્થિરતા અને કરજની માગણી માટે જાણીતું છે, ત્યાં ભારત સંવાદ, શાંતિ અને વેપારનું વૈશ્વિક મોડલ રજૂ કરી રહ્યું છે. ઈરાન અને શ્ખ્ચ્ (અબુ ધાબી) જેવા પરસ્પર વિરોધી માનવામાં આવતા પ્રાદેશિક ખેલાડીઓ પણ હવે ભારતના લ્લષ્ટિકોણ સાથે મળીને કામ કરવા તૈયાર છે.
ઈરાની પત્રકારનું આ ઈન્ટરવ્યૂ કોઈ સામાન્ય નિવેદન નથી, પરંતુ બદલાતા વૈશ્વિક શક્તિ સંતુલનની સાક્ષી છે. આસિમ મુનીર અને પાકિસ્તાનને એક તરફ કરી દુનિયાએ સ્વીકારી લીધું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી લઈને વૈશ્વિક પુરવઠા સાંકળ સુધીની સુરક્ષા અને શાંતિની ગેરંટી માત્ર ભારતનો માસ્ટરસ્ટ્રોક જ આપી શકે છે
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
