તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
વિમાન ફુંકાવાના ડરથી ઈરાનના પ્રતિનિધિઓ ટ્રેન, બસમાં પરત ફર્યા
પ્રતિનિધિમંડળને તેના વિમાન પર સંભવિત હુમલાની બાતમી મળી હતી

તહેરાન,તા.૧૬: પાકિસ્તાનમાં અમેરિકા સાથેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ થયાં બાદ ઇરાની પ્રતિનિધિમંડળની સ્વદેશ પરત જવાની મુસાફરી ખુબજ નાટકીય રહી હતી. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચી અને સંસદીય અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબફ સહિત ઉચ્ચ સ્તરીય ટુકડીને પોતાના વિમાન પર સંભવિત હુમલાની ગુપ્ત બાતમી મળી હતી. તે પછી સુરક્ષાના કારણોસર સમગ્ર ટીમે વિમાન પ્રવાસને અધવચ્ચે જ છોડી દીધો હતો અને ગુપ્ત રુપથી બસ અને ટ્રેન મારફત તહેરાન પહોંચવાનો નિર્ણય કર્યો હતો.
આ ઘટનાક્રમ અમેરિકા અને ઈ. રાન વચ્ચે પાકિસ્તાનના ઈ સ્લામાબાદમાં લગભગ ૨૧ કલાક ચાલેલી શાંતિ વાટાઘાટો બાદનો છે. અહેવાલો અનુસાર બન્ને પક્ષ પરમાણું સંવર્ધનના મુદ્દા પર કોઈ સામાન્ય સહમતિ સુધી પહોંચી શક્યા ન હતાં. ઇરાની રાજનીતિક વિશ્લેષક મોહમ્મદ મરંડીએ જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ જવા દરમિયાન જ તેમને વિમાન હુમલાની સીધી ધમકી મળી હતી. વતન પરત આવવા સમયે સુરક્ષાના
જોખમોને ધ્યાનમાં રાખીને પ્રતિનિધિમંડળના વિમાનનું ઇરાનના મશહદ શહેરમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવાયું હતું અને ત્યાંથી બાકીની સફર રોડ અને રેલ માર્ગે પુર્ણ કરવામાં આવી હતી.
મોહમ્મદ મરંડીએ જણાવ્યું હતું કે અમને અમેરિકા પર જરાપણ ભરોસો નથી. શાંતિની વાટાઘાટો નિષ્ફલ ગયાં બાદ બન્ને દેશ વચ્ચેના અવિશ્વાસમાં વધારો થયો છે. નોંધનીય છે કે અમેરિકન પ્રેસિડેન્ટે સંકેત આપ્યો છે કે કેટલાક દિવસોમાં ઈસ્લામાબાદમાં ફરી વાટાઘાટો શરૂં થઇ શકે છે
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
