News of Saturday, 23rd May 2026
ઈરાન-અમેરિકા તણાવની ભારતીય અર્થતંત્ર પર સીધી અસર, NRIએ ભારતીય બેંકોમાંથી ઉપાડ્યા અબજો રૂપિયા
મધ્ય-પૂર્વમાં વધતા ભૌગોલિક-રાજકીય સંકટને પગલે વિદેશી ભારતીયોમાં અનિશ્ચિતતાનો માહોલ, NRO અને NRE ખાતાઓમાંથી મોટા પ્રમાણમાં નાણા ઉપાડ: રૂપિયા પર દબાણ વધવાની આશંકા

નવી દિલ્હી, તા. 23 : ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવની સીધી અસર હવે ભારતીય બેંકિંગ સિસ્ટમ પર જોવા મળી રહી છે. મધ્ય-પૂર્વમાં ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાના પગલે NRI ખાતેદારોએ ભારતીય બેંકોમાંથી અબજો રૂપિયા ઉપાડી લીધા છે.
મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં NRO અને NRE ખાતાઓમાંથી મોટા પ્રમાણમાં નાણા ઉપાડ થયા છે. ખાસ કરીને ગલ્ફ દેશોમાં વસતા ભારતીય નાગરિકો પોતાની બચત સુરક્ષિત દેશોમાં ખસેડી રહ્યા છે. ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની ભીતિને કારણે NRI સમુદાયમાં ચિંતાનો માહોલ છે.
બેંકિંગ નિષ્ણાતોના મતે આ પ્રકારના મોટા નાણા ઉપાડથી ભારતના ફોરેક્સ રિઝર્વ અને રૂપિયા પર દબાણ વધી શકે છે. જો તણાવ લાંબો સમય ચાલશે તો NRI ડિપોઝિટમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય બેંકોમાં NRI ડિપોઝિટનો મોટો હિસ્સો મધ્ય-પૂર્વના દેશોમાંથી આવે છે. હાલની પરિસ્થિતિમાં ઘણા NRI પોતાના નાણા ડોલર અથવા અન્ય સુરક્ષિત ચલણમાં રૂપાંતરિત કરી રહ્યા છે. RBI પણ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
