News of Sunday, 8th November 2026
ઇરાન-અમેરિકા વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ સ્ટ્રેટમાં વિસ્ફોટોથી ખળભળાટ, બે ઓઈલ ટેન્કર્સને નુકસાન
કેશ્મ આઇલેન્ડ અને જાસ્કમાં શ્રેણીબદ્ધ ધડાકાઓથી ભયનો માહોલ; અમેરિકી સેન્ટકોમે ગલ્ફ ઓફ ઓમાનમાં નાકાબંધી તોડનાર જહાજને કર્યું નિષ્ક્રિય.

તેહરાન/વાશિંગ્ટન: મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) નજીક આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ઇરાનના કેશ્મ આઇલેન્ડ (Qeshm Island) અને જાસ્ક પોર્ટ પર શ્રેણીબદ્ધ શક્તિશાળી વિસ્ફોટો થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઇરાની મીડિયા અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, દરિયામાં થયેલા વિસ્ફોટોને કારણે બે ઓઈલ ટેન્કર્સને ગંભીર નુકસાન પહોંચ્યું છે.
દરિયાઈ માર્ગે ખતરો: બે ઓઈલ ટેન્કર્સ માઇનની ઝપેટમાં
અહેવાલો અનુસાર, ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની નાળીએ જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટના અસુરક્ષિત વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બે ઓઈલ ટેન્કર્સ દરિયાઈ સુરંગો (Sea Mines) સાથે અથડાયા હતા. આ વિસ્ફોટો એટલા ભયાનક હતા કે બંને ટેન્કર્સને ભારે ક્ષતિ પહોંચી છે અને તેઓએ અધવચ્ચે જ રોકાઈ જવું પડ્યું છે. આ ઘટના બાદ સમગ્ર ક્ષેત્રમાં સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે.
અમેરિકી સેના (CENTCOM) ની મોટી કાર્યવાહી
બીજી બાજુ, યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઓમાનના અખાતમાં (Gulf of Oman) કડક વલણ અપનાવ્યું છે. અમેરિકી લશ્કરી દળોએ ઇરાન વિરુદ્ધ લાગુ કરાયેલી નૌકાદળની નાકાબંધી (Naval Blockade) ને વારંવાર અવગણનાર એક કોમર્શિયલ કાર્ગો જહાજને ચોક્કસ હવાઈ હુમલા દ્વારા નિષ્ક્રિય કરી દીધું છે. યુએસ મિલિટરીના જણાવ્યા અનુસાર, જહાજના ક્રૂ મેમ્બર્સ દ્વારા ચેતવણીઓને નજરઅંદાજ કરવામાં આવતા આ પગલું ભરવામાં આવ્યું હતું.
આ તણાવપૂર્ણ સ્થિતિને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની સપ્લાય અને આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ્સ પર મોટું જોખમ ઉભું થયું છે. નિષ્ણાતોના મતે, જો આ તણાવ આ જ રીતે વધતો રહ્યો તો વૈશ્વિક સ્તરે ઉર્જા કટોકટી સર્જાઈ શકે છે.
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
