તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
અમેરિકી હુમલા બાદ ઇરાનનો વળતો પ્રહાર: જોર્ડન ઉપર ૧૩ બેલિસ્ટિક મિસાઇલ ઝીકયા, કુવૈતમાં મિસાઇલ-ડ્રોન સામે હવાઈ સંરક્ષણ સક્રિય
જોર્ડનના આકાશમાં ઇરાની મિસાઇલોની વર્ષા: ૧૩માંથી ૧૦ તોડી પડાઈ, ત્રણ નિર્જન વિસ્તારમાં પડી; જાનહાનિ નહીં: કેમ્પ ટિટિનને નિશાન બનાવ્યાનો ઇરાની ગાર્ડનો દાવો: અમેરિકી સૈનિકોના મોતના દાવાને પ્રાથમિક અમેરિકી અહેવાલને સમર્થન નહીં

અમ્માન-કુવૈત, તા. ૨ : ઇરાન પર અમેરિકાના નવા હુમલાઓ બાદ મધ્ય પૂર્વમાં વળતા મિસાઇલ અને ડ્રોન હુમલાઓ શરૂ થતાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. જોર્ડનના સશસ્ત્ર દળોએ સત્તાવાર રીતે જણાવ્યું કે ઇરાની ભૂમિ તરફથી ૧૩ બેલિસ્ટિક મિસાઇલ તેના હવાઈ વિસ્તારમાં પ્રવેશી હતી.
જોર્ડનની હવાઈ સંરક્ષણ વ્યવસ્થાએ તેમાંથી ૧૦ મિસાઇલ સફળતાપૂર્વક તોડી પાડી, જ્યારે ત્રણ મિસાઇલ વસતીથી દૂર નિર્જન વિસ્તારોમાં પડી હતી. કોઈ મૃત્યુ કે ઇજાના સમાચાર નથી. ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે અકાબા નજીક આવેલા અમેરિકી મરીન દળના કેમ્પ ટિટિનને બેલિસ્ટિક મિસાઇલોથી નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે.
ઇરાની ગાર્ડે હુમલામાં મોટી સંખ્યામાં અમેરિકી સૈનિકોના મોત થયાનો દાવો પણ કર્યો, પરંતુ પ્રાથમિક અમેરિકી માહિતીમાં કોઈ અમેરિકી જાનહાનિની પુષ્ટિ થઈ નથી.
બીજી તરફ કુવૈતના સશસ્ત્ર દળોએ પણ મિસાઇલ અને ડ્રોનના જોખમ સામે તેની હવાઈ સંરક્ષણ વ્યવસ્થા સક્રિય હોવાનું જાહેર કર્યું છે. કુવૈતે લોકોને ધડાકાના અવાજથી ગભરાયા વગર સત્તાવાર સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. અમેરિકા-ઇરાનની આ સીધી અથડામણે આખા ખાડી પ્રદેશમાં વધુ મોટા યુદ્ધનો ખતરો ઊભો કર્યો છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
